રાજકોટઃ આજે રાજકોટમાં પૂરગ્રસ્ત થયેલ ગામોની મુલાકાતે ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા ગયા હતા. જોકે, તેમણે ગામલોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. સહાય, પાણી સહિતના મુદ્દે ગ્રામજનોએ ધારાસભ્યનો ઉધડો લીધો હતો. વરસાદને અઠવાડિયુ થયા બાદ ધારાસભ્ય મુલાકાતે જતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.  નોંધણચોરાનાં લોકોએ ધારાસભ્યને કહ્યું કયા ગાયબ થઈ ગયા હતા. 


લોકોએ તેમને મોંઢા પર જ કહી દીધું હતું કે, નો થાય એવું હોય તો ના પાડી દેજો. ત્યારે લાખાભાઈએ કહ્યું હતું કે, થાશે એટલું કરાવી દઇશું. ગામની મુલાકાતે આવેલા ધારાસભ્યને લોકોએ કહ્યું હતું કે, દસ દિવસથી પાણી આવ્યું નથી.  



ગુજરાતમાં નવા રચાયેલા ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળે કાર્યભાર સંભાળી લીધો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ પણ કાર્યભાર સંભાળી લીધો છે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મુલાકાત લીધી હતી.


નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ સામેથી નીતિન પટેલના અમદાવાદ સ્થિત નિવાસ સ્થાને ગયા હતા. બંને વચ્ચે લગભગ અડધો કલાક સુધી વાતચીત થઈ હતી. કનુભાઈ દેસાઈ અને નીતિન પટેલ બંનેએ આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી છે પણ સૂત્રોના મતે, કનુભાઈ દેસાઈએ નાણાં મંત્રાલયને લગતી બાબતો અંગે માર્ગદર્શન માટે નીતિન પટેલની મુલાકાત લીધી હતી. નીતિન પટેલ છેલ્લા એક દાયકાની આસપાસના સમયથી નાણાં મંત્રી રહ્યા હોવાથી કનુભાઈ દેસાઈએ તેમની સાથે નાણાંકીય બાબતો તથા બજેટને લગતી બાબતો અંગે માર્ગદર્શન મેળવ્યું હોવાનું કહેવાય છે. 


 

અગાઉ મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શપથ લેતા પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. ભુપેન્દ્ર પટેલે નીતિન પટેલના ઘરે જઈ ચા પણ પીધી હતી. આ પછી તો ત્યાંથી સુભાષ ચોક ખાતે આવેલા મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહાદેવના દર્શન કર્યા હતા. 

નીતિન પટેલે ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત અંગે પત્રકારો સાથે વાત કરી હતી. તેમજ તેમણે તેમની સાથે પારિવારિક સંબંધો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, ભુપેન્દ્ર પટેલે તેમને જરૂર પડે ત્યારે સલાહ આપવાનું પણ કહ્યું હતું. આ સમયે નીતિન પટેલે નારાજગી મુદ્દે પુછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, બીલકુલ નહીં, યે  આપ સબ લોગ બનાતે હો ઔર આપ સબ હી યે બડી બડી બાતે રખતે હો. જબ નામ ચલતા થા તબ ભી ચલા દીયા. નહીં હુઆ તો ભી ચલા દીયા. અબ મંત્રી મંડલ કી બાત કરેંગે. મંત્રી બનને કે બાદ કીસ કો કૌન સા ડિપાર્ટમેન્ટ દેંગે ઐસી ભી બાત ચલાયેંગે. યે તો આપકા વ્યવસાય હૈ. લેકિન હમારી ભારતીય જનતા પાર્ટી ઇસ પ્રકાર કા સંગઠન હૈ ઔર મેં આજકલ કા નહીં, મૈને બાર બાર બોલા હૈ, મૈં અઠારા સાલ  કા  થા તબ સે જનસંઘ સે લેકે આજદીન તક બીજેપી કા કાર્યકર હું ઔર રહુંગા. કોઈ સ્થાન, જગહ મિલે કી ન મિલે, ઓ બડી બાત નહીં હૈ. લોગો કો પ્રેમ, સ્નેહ ઔર સન્માન વો હી બડી બાત હૈ. ઔર હમારી હી સબ ભાઈ, સબ બહને, જીસકો ભી જો સ્થાન મીલતા હૈ, વો હમારે હી હૈ. 


તેમણે જણાવ્યું હતું કે, હું નારાજ નથી. હું અમિત શાહનું સન્માન કરવા માટે એરપોર્ટ પર પણ જવાનો છું.  બધાને બધું મળે એવું ક્યારેય બનતું નથી. અમે પણ કઠિન નિર્ણયો લીધા છે, નગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય. અમે પણ લોકોને ટિકિટ નથી આપી. દુઃખનું કોઈ કારણ નથી. કઠિન નિર્ણયો લેવા જરૂરી હોય છે. પાર્ટીને જે ઠીક લાગ્યું એ પાર્ટીએ કર્યું. હું 18 વર્ષનો હતો ત્યારથી કાર્યકર્તા રહ્યો છું અને કાર્યકર્તા હંમેશા રહીશ. પાર્ટી જે જવાબદારી આપશે તે સ્વીકારીશ. મહેસાણામાં આપેલા નિવેદન બાબત નીતિન પટેલે કહ્યું. જનતાનો અને મતદારોનું ઋણ સ્વીકાર કરવો એ અમારી પરંપરા છે, મેં જનતાનો ઋણ સ્વીકાર જ કર્યો છે.