રાજકોટઃ શહેર(Rajkot)માં શર્મનાક ઘટના પ્રકાશમાં આવી છે. એક સગીરાને નેતા પિતાએ જ હવસનો શિકાર બનાવી છે. રાજકોટ તાલુકા પોલીસ મથક(Rajkot Police)માં ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે સગીરા પોતે જ હિંમત કરીને ફરીયાદી બની છે. નરાધમ પિતા સામે ખુદ તેની પુત્રીએ ફરિયાદ નોંધાવી છે. આવાસ યોજના ક્વાર્ટમાં દુષ્કર્મ આચર્યું છે.
આજે તાલુકા પોલીસે આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સગીરાએ પોતાની સાથે પોતાના પિતાએ દુષ્કર્મ આચાર્યાની વાત તેની માતાને કહેતા માતાએ સગીરાને ફરિયાદ કરવાનું જણાવ્યું હતું.
15 વર્ષીય સગીરા પર સગા બાપે એક જ રાતમાં ત્રણ ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. 20 દિવસ પહેલા પત્ની સાથે તકરાર થતાં પત્ની દીકરીને લઈ પિયર જતી રહી હતી. આ અંગે પત્નીએ પોલીસમાં અરજી પણ કરી હતી. દરમિયાન સાત દિવસ પહેલા પિતા દીકરીને ઘરકામ માટે તેડી લાવ્યો હતો. શનિવારે રાતે નરાધમ પિતાએ સગીર દીકરી પર દાનત બગાડી હતી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપીને ઝડપીને જેલ હવાલે કરી દીધો છે.
Rajkot : ભાજપના નેતાએ વીડિયો કોલ રિસીવ કરતાં જ યુવતી ઉતારવા લાગી કપડા ને પછી.......
રાજકોટ ભાજપના નેતા(Rajkot BJP leader)એ સાઇબર ક્રાઇમ(cyber crime)માં ફરિયાદ કરી છે કે, અજાણી યુવતીએ વીડિયો કોલ(video call) મારફત તેમને બ્લેકમેલિંગ(blackmail) કરી રહી છે. સાઇબર ક્રાઇમને કરેલી અરજીમાં ભાજપના નેતાએ જણાવ્યું છે કે, ગત 27મી માર્ચે સવારે એક યુવતીના ફેસબૂક એકાઉન્ટમાંથી વારંવાર વીડિયો કોલ આવી રહ્યો હતો.
વારંવાર વીડિયો કોલ આવતાં નેતાએ કોલ રિસીવ કર્યો હતો. કોલ રિસીવ કરતાંની સાથે જ કોલ કરનાર યુવતીએ પોતાના કપડા ઉતારવાના ચાલું કરી દીધા હતા. આ પછી વીડિયો કોલ કરનારે ફરી નેતાને ફોન કરીને વીડિયોનું રેકોર્ડિંગ થઈ ગયું હોવાનું જણાવી કેસ કરવાની ધમકી આપી હતી. તેમજ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી પૈસા માંગી બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ભાજપના નેતાના ફોટામાં એડિટિંગ કરી ફોટો અલલોડ કરી પૈસાની માંગ કરી હતી. યુવતીના એકાઉન્ટમાં પૈસા નાંખવા ધમકી આપી હતી. અલગ અલગ મોબાઇલ નંબરથી ફોન કોલ કરી નેતાને ધમકીઓ પણ આપી હતી. સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા બ્લેકમેઈલિંગ કરતી ટોળકીની શોધખોળ કરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, અગાઉ પણ આ પ્રકારની અમુક અરજી આવી છે. પોલીસ દ્વારા આ ટોળકી સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ કોલ ડીટેલ સીડીઆર વેસ્ટ બેંગાલનો હોય છે તો કાર્ડનું લોકેશન યુપી તરફનું હોય છે. કાર્ડ પણ બીજાના નામે હોય છે, જેથી આવા કોલ કરનાર સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે.b