રાજકોટમાં પોલીસ કમિશ્નરના જાહેરનામા બાદ ચાઈનીઝ ફટાકડાનું વેચાણ બંધ
abpasmita.in | 15 Oct 2016 07:10 PM (IST)
રાજકોટ: રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામા બાદ રાજકોટમાં ચાઈનીઝ ફટાકડાનું વેચાણ બંધ થયું છે. એક વર્ષથી ચાઈનીઝ ફટાકડા નહીં વેચ્યાં હોવાનો વેપારીઓનો દાવો કર્યો છે. રાજકોટના સદર બજારમાં દર વર્ષે ફટાકડા વેચતા મોટા ભાગના વેપારીઓના લાઈસંસ રિન્યૂ ન થયા હોવાની હકીકત જાણવા મળી છે. આ વેપારીઓએ ફેબ્રુઆરી મહિનામાં લાઈસંસ રિન્યૂ કરવા અરજી કરી હતી. પરંતુ હજુ સુધી લાઈસંસ રિન્યૂ થઈને મળ્યા નથી. આ મામલે વેપારીઓએ કમિશનરને રજૂઆત કરતાં બે દિવસમાં લાઈસંસ મળી જવાની ખાતરી આપી છે.