નાગરિકતા કાયદો: રાજકોટમાં શાંતિપૂર્ણ માહોલ બની રહે તે માટે પોલીસે યોજી ફ્લેગમાર્ચ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Dec 2019 07:45 PM (IST)
રાજકોટ પોલીસે ફલેગ માર્ચ યોજી હતી. તકેદારીના ભાગરૂપે શહેરના ફૂલછાબ ચોકમાં પોલીસની ફ્લેગમાર્ચ યોજાઈ હતી.
રાજકોટ: અમદાવાદ અને વડોદરામાં નાગરિકતા કાયદાની વિરૂદ્ધમાં લોકોના આક્રોશ બાદ રાજકોટ પોલીસ પણ એક્શનમાં આવી છે. રાજકોટ પોલીસે ફલેગ માર્ચ યોજી હતી. તકેદારીના ભાગરૂપે શહેરના ફૂલછાબ ચોકમાં પોલીસની ફ્લેગમાર્ચ યોજાઈ હતી. દેશભરમાં નાગરિકતા કાયદાની વિરૂદ્ધમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ અને વડોદરામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનાઓ બની છે. બીજી તરફ રાજકોટમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. તેમ છતાં રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં ડીસીપી કક્ષાના અધિકારીઓની આગેવાનીમાં શહેર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.