રાજકોટઃ સ્પાની આડમાં ધમધમતો હતો દેહવ્ચાપારનો ધંધો, જાણો પછી શું થયું?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Sep 2020 10:29 AM (IST)
શહેરના ગાયત્રી કોમ્પલેક્સમાં હોલી ડ્રોપ સ્પામાં કૂટણખાનું ચાલતું હતું. આ અંગે બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી.
પ્રતિકાત્મક તસવીર.
રાજકોટઃ શહેરના પાણીના ઘોડા પાસે આવેલા ગાયત્રી કોમ્પલેક્સમાંથી કૂટણખાનું ઝડપાયું છે. સ્પાની આડમાં આ રેકેટ ચાલતું હતું. રાજકોટ બી ડિવિઝન પોલીસે રેડ પાડીને રેકેટ ઝડપી પાડ્યું છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના ગાયત્રી કોમ્પલેક્સમાં હોલી ડ્રોપ સ્પામાં કૂટણખાનું ચાલતું હતું. આ અંગે બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીને આધારે રેડ કરતા કૂટણખાનું ઝડપાયું હતું. સ્પાના સંચાલક સની ભોજાણીની પોલીસે અટકાયત કરી છે. કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરવામાં આવશે.