રાજકોટઃ રાજકોટ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. રાજકોટની જિલ્લા પંચાયત પાસે આવેલી ખાનગી બેંકમાં બે દિવસમાં કોરોનાના 30 કેસ પોઝિટિવ આવ્યા છે. બે નાયબ મામલતદારોને પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ સર્કલ ઓફિસર જીતેન્દ્ર ડેકીવાડિયા અને કોટડાસાંગાણી તાલુકાના નાયબ મામલતદાર પોરખિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે.


આ પહેલા રાજકોટ ભાજપના બે ધારાસભ્યો, એક સાંસદ અને મેયરને કોરોના પોઝિટિવ આવી ચૂક્યો છે. અનેક રાજકીય આગેવાનો પણ કોરોનાની ઝપટે ચડ્યા છે. જિલ્લામાં બે સહકારી આગેવાનોને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમજ એસ.ટી.ના 201 કર્મચારીઓના ટેસ્ટ કરાયા, જેમાંથી 15 કર્મચારીઓને કોરોના આવ્યો છે.

અનેક સરકારી અધિકારીઓ કોરોનાની ઝપટે ચડી ગયા છે. રાજકોટના ડેપ્યુટી કમિશનર એ.કે સિંગ અને કોર્પોરેટર અતુલ રાજાણી અને પરિવારને પણ ગુરુના પોઝિટિવ આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં કોરોના 148 કેસ નોંધાયા છે. શહેરમાં દરરોજ 80થી 100 અને જિલ્લામાં 50 થી 60 કોરોના પોઝિટિવ કેસ આવે છે.