રાજકોટ બાર એસોસિએશન દ્વારા રાજકોટમાં ગઇકાલે બનેલી ઘટના કે જેમાં 8 વર્ષની બાળકી પર નરાધમનો દુષ્કર્મ આચરવાનો બનાવ બન્યો હતો એ સંદર્ભમાં આ બનાવને રાજકોટ બાર એસોસિએશન તેને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. તેમજ આરોપીવતી કોઈ પણ એડવોકેટે આરોપીનો કેસ ન લડવો તેઓ સર્ક્યુલર ઠરાવ જાહેર કર્યો છે. આ ઉપરાંત પીડિતાને યોગ્ય ન્યાય મળે તે માટે અને તેના સમર્થનમાં આવતીકાલે 12 વાગે સિવિલ કોર્ટ બિલ્ડીંગ નીચે સૂત્રોચ્ચાર કરવાનો કાર્યક્રમ રાખ્યો છે.
પોલીસે આરોપીની પરમ દિવસે જ અટકાયત કરી હતી. પરંતુ ગુનો કબૂલી રહ્યો નહોતો. આથી ફોરેન્સિક ટીમ બોલાવી હતી અને બ્લડના સેમ્પલ લઇ રિપોર્ટ કરાતા આરોપીએ ગુનો કબૂલી લીધો હતો. આરોપીએ પહેરેલા કપડા પરથી ઘણા સબુત મળ્યા છે. આરોપીને ઝડપવા માટે પોલીસે અલગ અલગ 10 ટીમો બનાવી હતી.