Rajkot: રાજકોટ જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, આજે રાજકોટના ગોંડલ નેશનલ હાઇવે એક અકસ્માત સર્જાયો છે, જેમાં છ લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ અકસ્માત હાઇવે નજીક શેમળા પાસે છોટા હાથી અને રીક્ષા વચ્ચે સર્જાયો હતો. 


માહિતી પ્રમાણે, આજે ગોંડલ નેશનલ હાઇવે પર શેમળા પાસે છોટા હાથી અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં પોરબંદર પાસેના દેવળામાં રહેતા બારૈયા પરિવારના 6 સભ્યો અને રાજકોટના રીક્ષા ચાલકને ઇજા પહોંચી હતી. ગોંડલ અને કોલીથડની બે ૧૦૮ એમ્બ્યૂલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ આ ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે ગોંડલની ખાનગી વડોદરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને શિવમ સાર્વજનિક ટ્રસ્ટના સેવાભાવી અને હૉસ્પીટલ સ્ટાફ ઇમરજન્સીમાં ખડેપગે રહ્યા હતા, બે એમ્બ્યૂલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.


 


Accident: નડિયાદ નજીક ટ્રક ટેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે મહિલાના મોત, પાંચ ઘાયલ


Accident: રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, મહેસાણા બાદ આજે ખેડામાં પણ ભયાનક અકસ્માત સર્જાયો છે. આજે ખેડા જિલ્લાના નડિયાદ નજીક એક ટ્રક ટેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં બે મહિલાના મોત થઇ ગયા છે, અને પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 


માહિતી પ્રમાણે, આજે ખેડાના નજીક નજીક આવેલા પીપળાતા પાસે એક ટ્રક ટેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, પીપળાતા હરસિધ્ધિ પાર્ટી પ્લૉટ નજીક સર્જાયેલા આ અકસ્માતમાં બે મહિલાના મોત થયા હતા, અને અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, આમાં નાના બાળકો સહિત મોટા લોકો પણ સામેલ છે. હાલમાં આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે 108 મારફતે નડિયાદની સિવિલ હૉસ્પીટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 


કહેવાઇ રહ્યું છે કે, ટ્રક ચાલક ડ્રાઇવર અકસ્માત દરમિયાન નશામાં ધૂત હતો અને આ કારણોસર અકસ્માતની ઘટનાને અંજામ મળ્યો હતો, જોકે, અકસ્માત બાદ ગામલોકોએ ટ્રક ડ્રાઇવરને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.









મહેસાણાઃ મહેસાણાના ભાન્ડુ ગામના પાટીયા પાસે ઇકો કાર ચાલકે એક મહિલા અને બે બાળકોને ટક્કર મારી હતી. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના ભાન્ડુ ગામના પાટીયા પાસે ઇકો કાર ચાલકે એક મહિલા અને બે બાળકોને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું.  ઇકો કારની ટક્કરથી મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે બે બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકોને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા હતા.


અકસ્માત બાદ મુસાફરો ભરેલી ઇકો કારને મુકીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. મહેસાણા જિલ્લામાં વાહન ચાલકો બેફામ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી હોવાના સવાલો ઉઠી રહ્યા છે.