રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ સ્થિતિમાં લોકોડાઉન જ એક વિકલ્પ હોવાનું સામે આવતા હવે વ્યવસાયિક એસોશિયએશન દ્રારા પણ બુકીંગ બંધની જાહેરાત કરાઇ છે. . ત્રણ દિવસ સોમ, મંગળ, બુધ ત્રણ દિવસ બુકિંગ બંઘ રાખવાની જાહેરાત કરી છે.
રાજકોટ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની મહામારી સામે મહાજંગ લડી રહ્યું છે. એક બાજુ હોસ્પિટલમાં બેડ નથી તો બીજી તરફ ઓક્સિજન માટે પણ મોટી લાઇનો જોવા મળે છે. તો બીજી તરફ રેમડેસિવિર ઇંજેકશન માટે પણ દર્દીના સ્વજનો રઝળપાટ કરી રહ્યાં છે. રાજકોટને કોરોના વાયરસે ભરડામાં લીધો છે. સ્થિતિની ગંભીરતાને જુદા હવે જુદા- જુદા સંગઠન લોકડાઉન તરફ વળ્યાં છે. આ સ્થિતિમાં રાજકોટની ટ્રાન્સપોર્ટ એસોશિએશનને પણ બંધનો નિર્ણય લીધો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન ની 700 ઓફીસ સોમ, મંગળ, બુધ એમ ત્રણ દિવસ બંધ રહેશે.. દ્વારા સોમ,મંગળ,બુધવારે બંધ રાખવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ત્રણ દિવસ સુધી બુકીંગ બંધ કરવામાં આવ્યું છે. જો કે બંધ દરમિયાન અનાજ,કિરણા, જીવન જરૂરી વસ્તુઓનું ટ્રાન્સપોર્ટ ચાલુ રહેશે...
રાજકોટ શહેર અને સમગ્ર જિલ્લો હાલ કોરોનાગ્રસ્ત છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 598 નવા કોરોના કેસ નોંધાયા છે તો અત્યાર સુધીમાં કોરોનાના કારણે 398 લોકોના મૃત્યુ થયા છે. રાજકોટ કોર્પોરેશનમાં નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાથી 10 લોકોએ જીવ ગૂમાવ્યાં છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશનમાં 23, રાજકોટ કોર્પોરેશન-10, મહેસાણા 4, વડોદરા કોર્પોરેશન-10, સુરત-2, જામનગર કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન-2, બનાસકાંઠા-4, જામનગર-7, દાહોદ 1, કચ્છ 9, પાટણ 4, સુરેન્દ્રનગર 5, ગાંધીનગર કોર્પોરેશન 1, વડોદરા 6, પંચમહાલ 1, ભાવનગર 2, સાબરકાંઠા 5, અમરેલી 2, મહીસાગર 2, ગાંધીનગર 1, ખેડા 1, જૂનાગઢ કોર્પોરેશન 3, ભરુચ 2, જૂનાગઢ 2, વલસાડ 2, આણંદ 1, અરવલ્લી 2, મોરબી 3, અમદાવાદ 1, છોટા ઉદેપુર 1, દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ 4 અને બોટાદમાં 1 મોત થયું છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 5619, સુરત કોર્પોરેશનમાં 1472, રાજકોટ કોર્પોરેશન 546, મહેસાણા 531, વડોદરા કોર્પોરેશન-528, સુરત 404, જામનગર કોર્પોરેશન-383, ભાવનગર કોર્પોરેશન 361, બનાસકાંઠા 297, જામનગર-285, દાહોદ 250, કચ્છ 232, પાટણ 230, સુરેન્દ્રનગર 199, ગાંધીનગર કોર્પોરેશન 188, વડોદરા 178, પંચમહાલ 176, ભાવનગર 175, સાબરકાંઠા 161, અમરેલી 158, મહીસાગર 157, તાપ 156, ગાંધીનગર 155, ખેડા 149, જૂનાગઢ કોર્પોરેશન 137, ભરુચ 135, નવસારી 125, જૂનાગઢ 122, ગીર સોમનાથ 121, વલસાડ 118, આણંદ 92, અરવલ્લી 77, મોરબી 66, અમદાવાદ 60, છોડા ઉદેપુર 58, દેવભૂમિ દ્વારકા 52, રાજકોટ 52, પોરબંદર 51, નર્મદા 35, ડાંગ 28 અને બોટાદ 21 કેસ નોંધાયા હતા.