Latest Rajkot News: રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મોડી રાતે સરકારે બેઠકોનો દોર અને સવારે ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ આ મામલે એક નવા અપડેટ સામે આવ્યા છે. આ મામલે પોલીસ એફઆઈઆર દાખલ છે જેમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા મહાનગરપાલિકા સામે ખુલીને બોલ્યા છે. આ ઘટના પાછળ મહાનગરપાલિકાની બેદરકારી જવાબદાર છે. વજુભાઈ વાળાએ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ઝાટકણી કાઢી હતી. ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ abp asmita સમક્ષ વાત કરી અને દુઃખ વ્યક્ત કર્યું અને ખુલીને બોલ્યા હતા. તેમણે કહ્યું સરકાર અને જવાબદાર લોકો સખત કાર્યવાહી કરે., ગેમ ઝોનમાં દરેક વસ્તુ જ્વેલનશીલ હતી. સરકાર આવા શેડમાં ઊભા કરેલા ગેમ ઝોન બંધ કરાવે. ઉલ્લેખનીય છે કે ગઈકાલથી અનેક નેતાઓના ઇન્ટરવ્યૂ કર્યા પરંતુ વજુભાઈ વાળાની જેમ એક પણ નેતા ખુલીને બોલ્યા નથી.
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 લોકોના ગુમ હોવાના સમાચાર સામે આવ્યા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય હસ્તીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
ઘટના સ્થળ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા હતા. મુખ્યમંત્રી, ગૃહમંત્રીની સાથે ભરત બોઘરા, રમેશ ટીલાળા પહોંચી નિરક્ષણ કર્યું હતું. મોડી રાત્રીના હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું હાલ તમામ કાટમાળ તોડી પાડવામાં આવ્યો છે હજુ કાટમાળ ખસેડવા કામગીરી ચાલુ છે. હવે કોઈ મૃતદેહ નીકળવાની શક્યતા નહિવત્ છે. આખીરાત કાટમાળ તોડવાનું કામગીરી ચાલી હતું.
રાજકોટ ટીઆરપી ઝોનમાં ગુમ થયેલા લોકોની યાદી
- નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.વ. 23)
- પ્રકાશભાઈ નગીનદાસ પાંચાલ (ગોંડલ)
- વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.વ.44)
- ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)
- દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)
- સુનિલભાઈ હસમુખભાઇ સિદ્ધપુરા (ઉ.વ.45)
- ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. 35)
- અક્ષત કિશોરભાઈ ઘોલરીયા (ઉ.વ.24)
- ખ્યાતિબેન સાવલીયા (ઉ.વ. 20)
- હરિતાબેન સાવલીયા (ઉ.વ. 24)
- વિશ્વરાજસિંહ જાડેજા (ઉ.વ. 23)
- કલ્પેશભાઈ બગડા
- સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા
- નિરવ રસિકભાઈ વેકરીયા (ઉ.વ. 20)
- સત્યપાલસિંહ જાડેજા (ઉ.વ.17)
- શત્રુઘ્નસિંહ ચુડાસમા (ઉ.વ. 17)
- જયંત ગોટેચા
- સુરપાલસિંહ જાડેજા
- નમનજીતસિંહ જાડેજા
- મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.વ.25)
- ઓમદેવસિંહ ચુડાસમા (ઉ.વ.35)
- વિરેન્દ્રસિંહ
- કાથડ આશાબેન ચંદુભાઇ (ઉ.વ.18)
- રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉ.વ.12)
- રમેશ કુમાર નસ્તારામ
- સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
- મોનુ કેશવ ગૌર (ઉ.વ. 17)