રાજકોટ: શહેરના રૈયાધારા અને ગાંધીગ્રામ શાસ્ત્રીનગરની બે છોકરીઓએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. 17 અને 20 વર્ષની બે છોકરીઓએ આપઘાત કરી લીધો છે. એક બહેનપણી આપઘાત કર્યો તેના શોકમાં બીજીએ પણ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
બે મિત્રોના સજોડે આપઘાતની ઘટના બાદ વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૧૭ વર્ષની પૂજા અને ૨૦ વર્ષની જીવીએ આપઘાત કરી જીવ ટૂંકાવ્યો છે. પૂજા ના આપઘાતના સમાચાર થી જીવીએ પણ આપઘાત કરી જીવ ટૂંકાવ્યો છે. બંન્ને બહેનપણી ખજૂર પેકીંગનું કામ કરતી હતી. રૈયાધાર અને ગાંધીગ્રામ શાસ્ત્રીનગરના બાવાજી અને ભરવાડ પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.
ગઈ કાલે સુરતમાં એક પાંચ વર્ષીય માસૂમ બાળકી તાવની દવા ગળવા જતાં દવા શ્વાસનળીમાં ફસાઈ જતાં મોતને ભેટી હતી, ત્યારે આજે પાલનપુરમાં અઢી વર્ષનો બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતાં મોતને ભેટ્યો છે. મામાને ઘરે ભાણેજનું મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ અંગેની વિગતો એવી છે કે, પાલનપુરના દેલવાડા ગામે અઢી વર્ષના બાળકનું પાણીની ટાંકીમાં પડી જતાં મોત નિપજ્યું છે. અઢી વર્ષનો પ્રિંન્સ રમતા રમતાં પાણીની ટાંકીમાં પડી જતા ડૂબવાથી મોત નિપજ્યું છે. મામાના ઘરે આવેલા ભાણેજનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસકર્મી માતા અંબાજીમાં બંધોબસ્તમાં હતા અને પુત્રનું મોત નિપજ્યું હતું.
બનાસકાંઠામાં અંબાજી ચાલીને જતાં પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. અજાણ્યા વાહને ટક્કર મારતાં ત્રણ રાહદારીઓના મોત નીપજ્યા છે. જ્યારે બે પદયાત્રીઓ ઘાયલ થયા છે. અંબાજી નજીક રાણપુર પાસે 3 પદયાત્રીઓના મોત નીપજ્યા હતા. અજાણ્યા વાહનની ટકકરે 3 પદયાત્રીઓના મોત નીપજ્યા છે.
વહેલી સવારે પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડતા અકસ્માત સર્જાયો હતો. પદયાત્રીઓના મૃતદેહને રેફરલ હોસ્પિટલમાં ખેડાયા છે. બે ધાયલ છે .અજાણ્યા વાહન સામે ગુનો નોંધાયો છે. અંબાજી કોટેઝ હોસ્પિટલમાં લાશો લવાઈ છે.