રાજકોટ : યુનિવર્સિટી રોડ પર આવેલ ન્યુ ડે સ્પામાં કામ કરતા સંચાલક અને સ્ટાફ વચ્ચે માથાકૂટ થઈ હતી. સ્પામાં કામ કરતી 3 યુવતીઓ સાથે માથાકૂટ થઈ હતી. સ્પા સંચાલક સહિત અજાણ્યા શખ્સોએ કાચની બોટલ ફોડી માર્યાનો આક્ષેપ કર્યો છે. એક યુવતી સહિત 2 શખ્સોને ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. દારૂના નશામાં સ્પામાં કામ કરતી યુવતીએ સિવિલમાં હંગામો કર્યો હતો. દારૂના નશામાં રહેલી ત્રણેય યુવતીઓને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી.


શનિવારે સાંજે ન્યુ ડે સ્પામા (New day spa) દારૂની મહેફિલમાં (Liquor Party) બોલાચાલી થઈ હતી ત્યાર બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. બીજી તરફ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલી યુવતીએ હોસ્પિટલ ખાતે પણ ધમાલ મચાવી હોવાનું સામે આવ્યું છે.  યુવતીનો સિવિલમાં માથાકૂટ કરતો વીડિયો (Video) પણ સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થયો છે.


શનિવારે સાંજે કેટલાક યુવક અને યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ સમયે બોલાચાલી સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થતાં અંદરોઅંદર મારામારીની ઘટના ઘટી હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી જરૂરી કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. 


પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે, ન્યૂ ડે સ્પામાં દારૂની મહેફિલમાં બોલાચાલી થતાં અંદરોઅંદર મારામારી થઈ હતી.  પ્રાથમિક તપાસમાં ત્રણ યુવતી સહિત કુલ ચાર લોકો નશાની હાલતમાં મળી આવતા તેમની વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.