ઉપલેટામાં આવેલો મોજ ડેમ 2 વર્ષ બાદ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થવાના કારણે નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. મોજ ડેમ સૌરાષ્ટ્રના ત્રીજા નંબરનો ડેમ છે. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો માટે ખુશીનો માહોલ છે.
મોજ ડેમનું પાણી સિંચાઈ માટે આપવામાં આવે છે. મોજન ડેમ ઓવરફ્લો થવાના કારણે ઉપલેટા, માણાવદર અને કુતિયાણા તાલુકાના ખેડૂતો માટે ખુશી સમાચાર છે.