રાજકોટઃ રાજકોટમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં સફાળા જાગેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના કેસોને રોકવા માટે ધડાધડ નિર્ણય લેવા માંડ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને


રાજકોટમાં વધતા કેસને રોકવા માટે શનિવાર ને આવતી કાલથી બાગ-બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ કરવાનો નિર્ણય લીધો છે.


રાજકોટ શહેરમાં આવેલા 150 જેટલા બગીચા બંધ કરવામાં આવ્યા છે. કોરોના ન ફેલાય તે માટે મનપાએ આ નિર્ણય લીધો છે. સાથે સાથે ચેતવણી પણ અપાઈ છે કે, લોકો તકેદારી નહિ રાખે તો સંક્રમણ વધી શકે છે. રાજકોટ મનપાના ઇન્ચાર્જ કમિશનર બી.જી પ્રજાપતિએ માહિતી આપી કે , રાજકોટમાં કોરોનાના કેસો વધતાં આ નિર્ણય લેવાની ફરજ પડી છે અને લોકો સતર્કતા નહીં બતાવે તો કોરોનાના કેસો વધી શકે છે.


રાજકોટમાં કોરોના કેસમાં સતત વધારો નોંદાઈ રહ્યો છે. રાજકોટ શહેરના હાઈપ્રોફાઈલ અને પોશ વિસ્તારમાં કોરોનાનો કહેર વર્તાતાં તંત્ર જાગ્યું છે. શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા કોપર હાઇટ્સમાં એક સાથે 9 કેસ આવ્યા તેથી તંત્ર જાગ્યું છે. એક જ એપાર્ટમેન્ટમાં એક સાથે 25 કેસ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા.


નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.42  ટકા પર પહોંચ્યો છે. હાલ 5684 એક્ટિવ કેસ છે, જેમાંથી 63  લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકો સ્ટેબલ છે.


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને  સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4433 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


સુરત કોર્પોરેશનમાં 324, અમદાવાદ કોર્પોરેશનમાં 298, વડોદરા કોર્પોરેશનમાં 111,  રાજકોટ  કોર્પોરેશનમાં 98, સુરતમાં 71,જામનગર કોર્પોરેશન -38, ખેડા-25, પંચમહાલ-25,  ભાવનગર કોર્પોરેશન-24, દાહોદ 18, મહેસાણા 18, વડોદરા 18, આણંદ 15, કચ્છ 15, રાજકોટ 15,  ગાંધીનગર કોર્પોરેશન-14, ભરૂચ 13, મહિસાગર 13, નર્મદા 13, સાબરકાંઠા 13,  ગાંધીનગર-10, જામનગરમાં 10, અમરેલી 8, ભાવનગરમાં 8,  પાટણ 7, અમદાવાદ, છોટા ઉદેપુર અને મોરબીમાં 6-6  કેસ નોંધાયા હતા.