Rajkot: ડો.દર્શિતા શાહે રાજકોટના ડેપ્યુટી મેયર પદેથી રાજીનામું આપ્યું છે. જોકે તેઓ કોર્પોરેટર પદે યથાવત્ રહેશે. ધારાસભ્ય બન્યા બાદ પક્ષના આદેશથી ડેપ્યુટી મેયર પદેથી તેમણે રાજીનામું આપ્યું છે.
કોણ છે દર્શિતા શાહ
ડો.દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમ બેઠકથી ભાજપના ધારાસભ્ય છે. તેમના દાદા અને પપ્પા સંઘના પાયાના પથ્થર હતા. જેના સંસ્કારોનું સિંચન પરંપરા અને પ્રતિષ્ઠા જાળવી રાખનાર મનપાના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ ડોક્ટર છે. ડો. દર્શિતા શાહના દાદા ડો.પી.વી. દોશી સૌરાષ્ટ્રમાં પપ્પાજીના નામથી ઓળખાતા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રાંત સંઘચાલક હતા. ગુજરાતમાં સંઘના પાયાના પથ્થર તરીકે તેમની ગણના થાય છે. જ્યારે ડો.દર્શિતા શાહના પિતા ડો.પ્રફુલભાઈ દોશી પણ સંઘમાં સાથે જોડાયેલા હતા. નરેન્દ્ર મોદી સાથે તેમનો પારિવારિક સંબંધ હતો. દાદા અને પિતાના સંઘ સાથેના સંબંધોએ જ ડો.દર્શિતા શાહને ટિકિટ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
ગુજરાતમાં ડિસેમ્બર 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ભાજપે 156 સીટો જીતીને ઈતિહાસ રચ્યો હતો. કોંગ્રેસને 17, આપને 5 તથા અન્યને 4 બેઠક મળી હતી.
હાર્દિક પટેલે દેશી કપાસની ખેતી કરતાં ખેડૂતોને લઈ કૃષિ મંત્રીને શું લખ્યો પત્ર ?
ગુજરાતમાં કપાસની ખેતી કરતાં ખેડૂતોની હાલત કફોડી છે. જેને લઈ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેણે દેશી કપાસને લઘુત્તમ ટેકાના ભાવમાં સમાવવા રજૂઆત કરી છે. પત્રમાં દેશી કપાસની ખરીદી સમયે વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું હોવાની ફરિયાદ કરી છે.
શું લખ્યું છે પત્રમાં
હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, દેશી કપાસનું વાવેતર વિરમગામ, દસાડા, માંડલ, શંખેશ્વર, સમી, ધોળકા અને લખતર તાલુકામાં થાયે છે. આ કપાસનો પાક છ મહિનામાં તૈયાર થાય છે. જેમાં પિયત, રાસાયણિક ખાતર અને દવાની જરૂર પડતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યારે કુદરતી અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે આ વિસ્તારની કપાસની ખેતીને પ્રોસ્તાહન મળે તે જરૂરી છે. હજુ સુધી આ કપાસના ટેકાના ભાવમાં સમાવેશ થયો નથી અને બીજી તરફ ખેડૂતોને વેપારીઓ દ્વારા થતાં શોષણનો ભોગ બનવું પડે છે.
રાજ્યમાં સોમવારની ગોઝારી શરૂઆત થઈ છે. ધંધુકા બગોદરા રોડ લોલીયા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું. પુલ પર પડેલી કોલસા ભરેલી ટ્રક પાછળ બસ ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત જ્યારે દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફેદરા તેમજ બગોદરા અને વટામણની ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા.