Rajkot:  ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ગુજરાત સહિત દેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં હતા. અમદાવાદમાંથી પણ ઘણા શ્રદ્ધાળુઓ મેળો માણવા ગયા હતા. અમદાવાદના વાસણાના 17 લોકો શિવરાત્રીના મેળામાં આવ્યા હતા. શિવરાત્રીનો મેળો પૂર્ણ કરી અમદાવાદ પરત ફરી રહ્યા હતા ત્યારે ચોટીલા પાસે બોલેરો પીકઅપ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોનાં મોત થયા હતા અને 11ને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


માળિયા-હળવદ હાઇવે પર ભીમસર ચોકડી નજીક મીની બસ પલટી


માળિયા-હળવદ હાઇવે પર ભીમસર ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો. મીની બસ પલટી જતાં 14ને ઇજા થઈ હતી. જેમને સારવાર અર્થે માળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 108ની ત્રણ ટીમે કામગીરી કરી હતી. 


ધંધુકા- બગોદરા રોડ લોલીયા ગામ પાસે ST બસ અને ટ્રકનો અકસ્માત, એકનું મોત 


રાજ્યમાં સોમવારની ગોઝારી શરૂઆત થઈ છે. ધંધુકા બગોદરા રોડ લોલીયા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું. પુલ પર પડેલી કોલસા ભરેલી ટ્રક પાછળ બસ ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત જ્યારે દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફેદરા તેમજ બગોદરા અને વટામણની ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા.


બ્રેક ફેઇલ થતાં બસ ખાબકી ખીણમાં


પાકિસ્તાનના કલકરહાર સોલ્ટ રેન્જ વિસ્તારમાં બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને રોડની બીજી બાજુથી આવતી કાર સાથે અથડાઈ હતી. પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો રોડ અકસ્માત થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના કલકરહાર સોલ્ટ રેન્જ વિસ્તારમાં બસ પલટી જતાં 12 લોકોના દુઃખદ મોત થયા છે. આ અકસ્માતમાં 50 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ ઈસ્લામાબાદથી લાહોર જઈ રહી હતી. અહેવાલો અનુસાર, બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને તે રોડની બીજી બાજુથી આવતી કાર સાથે અથડાઈ અને પછી ખાડામાં પડી. રાહત અને બચાવ ટીમ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી.


આ પણ વાંચોઃ


Hardik Patel: હાર્દિક પટેલે દેશી કપાસની ખેતી કરતાં ખેડૂતોને લઈ કૃષિ મંત્રીને શું લખ્યો પત્ર ? જાણો વિગત