રાજકોટના સહકાર મેઈન રોડ પર ન્યૂ મેઘાણીનગરમાં રહેતા અને કરિયાણાના વેપારીને તેની પત્ની એકતા દ્વારા જ છેતરપિંડી કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એકતા 12 લાખ રૂપિયા જુગારમાં હારી જતાં દાગીના ગીરવે મૂકી પિયર જતી રહી હતી. અન્ય જુગારી મહિલા દ્વારા ઉઘરાણી કરવામાં આવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસ દ્વારા મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટના સહકાર રોડ પાર આવેલા ન્યુ મેઘાણીનગરમાં રહેતા એકતા અને અંકિતના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. જોકે લગ્ન બાદ એકતા ઘરેથી જિમમાં જવાનું કહી જુગાર રમવા જતી હતી. જોકે આ બાબતને ઘરમાં કોઈને જાણ ન હતી.
નવરાત્રી દરમિયાન કોઈને કહ્યા વગર જ અચાનક એકતા અમદાવાદ પોતાના પિયર જતી રહી હતી. ત્યાર બાદ અલકાબેન નામની મહિલા ઘરે ઉઘરાણી કરવા આવતાં એકતા જુગાર રમવાનો શોખ ધરાવતી હોય જુગારમાં 12 લાખ જેટલા રૂપિયા હારી હોવાનો સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો.
ત્યાર બાદ અંકિત દ્વારા ઘરમાં તપાસ કરતાં સાડા પાંચ લાખથી વધુની કિંમતના 11 જેટલા સોનાના દાગીના ચોરી થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું ત્યાર બાદ અંકિત ભીમાણીને ખ્યાલ આવ્યો કે એકતા જુગારમાં હારી ગયેલા પૈસાની ચુકવણી કરવા માટે ઘરેણા ચોરી મૂકીને તેના પર લોન લીધેલી હતી. સમગ્ર મામલાની જાણ થતાં જ અંકિત ભીમાણી દ્વારા તેની પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
એકતા દરરોજ સવારે 11 વાગ્યે જીમમાં કસરત કરવા જવાનું કહીને ઘરેથી નીકળતી હતી અને બપોરે 1.30 વાગ્યે ઘરે આવતી હતી. તે જુગાર રમતી હોવાની કોઈ જાણ નહોતી. અલ્કાબેન નામની મહિલા ઉઘરાણી માટે ઘરે આવ્યા બાદ આ અંગેનો ભાંડો ફૂટ્યો હતો. ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.
રાજકોટમાં પત્ની જુગાર રમવા જતી હતી તેનો કેવી રીતે ફૂ્ટ્યો ભાંડો? જાણો કારણ
abpasmita.in
Updated at:
05 Jan 2020 10:27 AM (IST)
રાજકોટના સહકાર રોડ પાર આવેલા ન્યુ મેઘાણીનગરમાં રહેતા એકતા અને અંકિતના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. જોકે લગ્ન બાદ એકતા ઘરેથી જિમમાં જવાનું કહી જુગાર રમવા જતી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -