Rajkot: રાજકોટમાં ફરી એકવાર વિરોધનો વંટોળ ઉઠ્યો છે, રાજકોટમાં સફાઇ અને પાણીની સમસ્યાને લઇને મહિલાઓએ પાલિકા તંત્ર વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ છે. માહિતી પ્રમાણે આજે રાજકોટમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઇને શહેરની શ્રદ્ધાપાર્કની મહિલાઓ એકઠી થઇને પાલિકા તંત્ર સામે વિરોધ કરવાનું શરૂ કર્યુ હતુ. વિરોધ કરી રહેલા મહિલાઓનું કહેવુ છે કે, અહીં સફાઇ અને ભૂગર્ભ ગટર, પાણીની મોટી સમસ્યા છે, લોકો અહીં ગંદુ પાણી પીને બિમાર પડી રહ્યાં છે, અમે 20-20 દિવસથી ફરિયાદો આપી છે છતાં તંત્ર દ્વારા કોઇ નિકાલ કરવામાં નથી આવી રહ્યો.
શાળાઓમાં ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન
રાજ્યભરમાં શાળા-કૉલેજોનું ફી વધારાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે, હવે આ મામલે રાજકોટમાં વાલીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. શાળાઓમાં ફી વધારા મુદ્દે રાજકોટમાં પ્રદર્શન આજે જોરદાર પ્રદર્શન જોવા મળ્યુ હતુ, વાલીઓ અને NSUIના વિદ્યાર્થીઓ દ્વારા સુત્રોચ્ચાર સાથે FRC કચેરીમાં ધામા નાંખ્યા હતા. આજે સવારથી જ રાજકોટમાં એફઆરસી કચેરી ખાતે વાલીઓ અને NSUIના વિદ્યાર્થીઓ દ્વારા ફી વધારા મુદ્દે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. શહેરમાં અલગ-અલગ સ્કૂલોમાં ફી વધારાને લઇને વાલીઓનું ટોળું હાથોમાં બેનરો સાથે સુત્રોચ્ચાર સાથે એફ આર સી કચેરી પહોંચ્યુ હતુ.
રાજકોટ એફઆરસી કચેરી ખાતે વાલીઓ અને NSUIના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. FRCના સભ્ય અજયભાઈ પટેલે આ અંગે પોતાનું નિવેદન આપતા કહ્યું કે, અત્યાર સુધીમાં અનેક શાળાઓની ફી વધારાની દરખાસ્ત આવી છે. સૌરાષ્ટ્ર ઝૉનની 5500માંથી 250 સ્કૂલો દ્વારા ફી વધારો માંગવામાં આવ્યો, ફી વધારા મુદ્દે અલગ બાબતોની તપાસ કરવામાં આવશે. આગામી દિવસોમાં જે વધારો કર્યો હોય તે શાળાએ વિદ્યાર્થીઓ ને ફી પરત આપવી પડશે. હાલમાં વાત છે કે, રાજકોટમાં ચાર કે પાંચ શાળાઓએ ફી વધારો કર્યો છે. ફી વધારો આપવામાં આવ્યો નથી છતાં અમુક શાળાઓ ફી વધારો કરી દીધો છે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ શાળાઓ પ્રૉવિજનલ ફી લઈ શકે છે.