રાજકોટમાં સીએનો અભ્યાસ કરતા 25 વર્ષના યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું છે. શહેરના રૈયા રોડ પર આર્ય એવન્યુમાં પોતાના ઘરે વાંચતા વાંચતા યુવાનને હાર્ટ અટેક આવતા તેનું મોત થયું હતું. પરિવારજનો સવારે ઉઠાડવા જતા યુવાનનું મોત થયાની જાણ થઇ હતી. ધેવત પંડ્યા સી.એના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતો હતો. નોંધનીય છે કે રાજકોટ શહેરમાં છ મહિનામાં સાત જેટલા યુવાનોના મોત થયા હતા.
રાજકોટમાં 24 કલાકમાં જ બે યુવકોના હાર્ટ અટેકથી મોત થયું છે. સીએનો અભ્યાસ કરતા 25 વર્ષના યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું છે. જ્યારે વિરડા વાજડીના 47 વર્ષના કોન્ટ્રાક્ટરનું હાર્ટ અટેકથી મૃત્યુ થયુ છે. ધેવત પંડ્યા સી.એના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તો આ તરફ વીરડા વાજડી ગામના કોન્ટ્રાક્ટર રમેશભાઈ મેણંદભાઈ હુંબલ પરિવારજનો સાથે ચારધામની યાત્રા કરવા નીકળ્યાં હતા.યાત્રા પૂરી કરી નાથદ્વારા દર્શન કરવા ગયા અને છાતીમાં દુખાવો ઉપડતા મૃત્યુ થયું હતું. તેમના નિધનના સમાચાર મળતા વિરડાવાજળી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં શોકનો માહોલ છે. રાજકોટ શહેરમાં જ છ મહિનામાં સાત જેટલા યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા છે.
Rajkot: સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણ, સ્ટ્રેચરને એકાએક કેસરી કલર કરવામાં આવતા રાજકારણ ગરમાયું
રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણનો મામલો સામે આવ્યો છે. હકિકતમાં સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરમાં અચાનક સફેદને બદલે ભગવો કલર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. 150 જેટલાં સ્ટ્રેચરમાં એકાએક ભગવો કેસરી કલર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સ્ટ્રેચરનો કલર મોટે ભાગે સફેદ જ઼ હોઈ છે પરંતુ અહીં પરિવર્તનની લહેર જોવા મળી છે. તો બીજી તરફ વિવાદ વધતા ઇન્ચાર્જ સિવિલના સુપ્રીટેન્ડેટએ બચાવ કરતા કહ્યું કે, આ પ્રાઇમર કલર છે ઉપર સફેદ કલર લાગશે. મીડિયા સુધી વાત પહોંચતા ભગવા કલરને પડતો મુકાયાની વાત વહેતી થઈ છે.
તો આ મામલે મેડિકલ ઓફિસર એ.વી.રામાણીનું નિવેદન સામે આવ્યું છે. સ્ટ્રેચર દર્દીઓના સગા અન્ય વોર્ડમાં દર્દીને લઈ જતા અને પાછા સ્ટ્રેચર આપતા નહિ. સ્ટેચરનો કલર સરકારી નિયમ મુજબ સફેદ જ હોય, પરંતુ અમારા સિનિયર નર્સ દ્વારા કલર બદલવાનો નિર્ણય કર્યો હતો. સફેદને બદલે ભગવો કરવામાં આવ્યો તેની પાછળ કારણ એટલું જ હતું કે અમારા સ્ટ્રેચર ખોવાઈ ન જાય એટલો જ હતો. સ્ટ્રેચર દર્દીના સગાને લઈને જવા પાછળ કારણ એ છે કે પૂરતો સ્ટાફ નથી.
તો બીજી તરફ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત ઘટનાની જાણ થતા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સિવિલમાં સ્ટ્રેચર ભગવા રંગને લઈને રાજકારણ ગરમાયું છે, મધ્યમ વર્ગના લોકોને દેવાતી સાયકલ પણ ભગવા રંગની હતી. મહેશ રાજપૂતે કહ્યું કે, આવતા દિવસોની અંદર દર્દીઓને લગાવવાના પાટા અને દવા પણ ભગવી હશે. તો આ મામલે મેડિકલ અધિકારીએ કહ્યું કે, આ અમારી ભૂલ છે. સામાન્ય રીતે સફેદ કલરનું જ સ્ટેચર હોય છે. સ્ટેચ્યર ગુમ ન થાય તે માટે અમે ભગવો કલર કર્યો