Ram Mandir: આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહી છે, દેશભરમાં રામભક્તોમાં ખુશીનો માહોલ છે. 500 વર્ષ બાદ રામલલ્લા પોતાના નિજ મંદિર અયોધ્યામાં બિરાજમાન થવાના છે, આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના ઠેર ઠેર બેનરો લાગ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ નેતા લલિત વસોયાના પણ બેનરો લાગ્યા છે, આ બેનરોમાં લલિત વસોયા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું સમર્થન કરતાં હોવાનું સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. ધોરાજીના આ બેનરો બાદ હોબાળો મચતાં ખુદ કોંગ્રેસ નેતા લલિત વસોયાએ ખુલાસો કર્યો હતો.


રાજકોટમાં રામ મંદિરને લઇને રાજકારણ ગરમાયુ છે. રાજકોટના ધોરાજીમાં અત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત સમર્થન કરતાં હોય તેવા બેનરો લાગ્યા છે. રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ધોરાજીમા લલિત વસોયાના સમર્થન કરતા બેનરો લાગ્યા હતા, હવે આ અંગે પ્રતિક્રિયા આપી છે, તેમને કહ્યું કે, રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થવાના હોઈ હું હિન્દુ તરીકે ગર્વ અનુભવ કરું છું. રામમંદિરનો મુદ્દો રાજકીય મુદ્દો નથી ભાજપ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવીને 2024ની ચૂંટણી જીતવા માટે મુદ્દો ઉછાળી રહી છે. સુપ્રીમ કૉર્ટના હૂકમના આધાર ઉપર રામ જન્મભૂમિ શિલાન્યાસ સમિતિ દ્વારા આ મંદિરનુ નિર્માણ થયું છે. કોંગ્રેસ પાર્ટી ક્યારેય ધર્મના નામે રાજનીતિ કરવામાં માનતી નથી. ભૂતકાળમા રામમંદિરમાં તાળા હતા ત્યારે રાજીવ ગાંધીએ તાળા ખોલાવી પૂજા કરી હતી અને મંદિરને ખુલ્લું મુક્યુ હતુ. 




ભાજપ રામમંદિરના મુદ્દાને હાઇજેક કરી રહી છે, આ દેશની અંદર બનાવટીની બોલબાલા છે, બનાવટી ટૉલનાકુ પકડાય, બનાવટી સરકારી ઓફિસર પકડાય, બનાવટી સીએમઓ પકડાય એવી રીતે બનાવટી હિન્દુ બની હિન્દુઓને ગુમરાહ કરી રહી છે આ સરકાર.


 


રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 15થી 22 જાન્યુઆરી સુધી ચાલશે, જાણો શિડ્યુઅલ


15 જાન્યુઆરી 2024 - આ દિવસે મકરસંક્રાંતિ પર ખરમાસ સમાપ્ત થાય છે. રામલલાની મૂર્તિ એટલે કે શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.


16 જાન્યુઆરી 2024 - આ દિવસથી રામલલાની મૂર્તિના નિવાસની વિધિ પણ શરૂ થશે.


17 જાન્યુઆરી 2024 - આ દિવસથી રામલલાની પ્રતિમાની શોભા યાત્રા કાઢવામાં આવે છે.


18 જાન્યુઆરી 2024 - આ દિવસથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે. મંડપ પ્રવેશ પૂજા, વાસ્તુ પૂજા, વરુણ પૂજા, વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા થશે.


19 જાન્યુઆરી 2024 - રામ મંદિરમાં યજ્ઞ અગ્નિદાહની સ્થાપના કરવામાં આવશે. આગને ખાસ પદ્ધતિથી પ્રગટાવવામાં આવશે.


20 જાન્યુઆરી 2024 - રામ મંદિરના ગર્ભગૃહને 81 કલશથી પવિત્ર કરવામાં આવશે,  આ કળસમાં પવિત્ર નદીનું જળ હશે, બાદ વાસ્તુ શાંતિ વિધિ પણ થશે.


21 જાન્યુઆરી 2024 - આ દિવસે, યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે, રામ લલા 125 કળશથી  દિવ્ય સ્નાન કરાશે.


અભિષેક 22 જાન્યુઆરી 2024 ના રોજ થવાનો છે. આ દિવસે મધ્યકાળમાં મૃગશિરા નક્ષત્રમાં રામલલાની મહાપૂજા થશે.


રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે  લગભગ પાંચ સદીઓની રાહનો અંત આવવાનો છે. રામ મંદિરમાં રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવાનો સમય 22 જાન્યુઆરી 2024ના રોજ સવારે 12:29 થી 12:30 સુધીનો રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ સમય હશે.