રાજકોટ: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. તેમણે રાજકોટમાં 110 કરોડના ખર્ચે બનેલા નવા કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે રાજકોટ વિશે જાણી અજાણી વાતો કરી હતી. તો રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ પણ કાર્યક્રમ દરમિયાન છવાઈ ગયા હતા.


 




રાજકોટમાં 120 કરોડના ખર્ચે બનેલી નવી કોર્ટ બિલ્ડિંગનું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનાં હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડનાં હસ્તે નવુ કોર્ટ બિલ્ડિંગ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જામનગર રોડ સ્થિત ઘંટેશ્વર ખાતે અદ્યતન નવી કોર્ટ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી છે. અધ્યતન કોર્ટ બિલ્ડિંગમાં અલગ અલગ કોર્ટની કામગીરી સોમવારથી શરૂ થશે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોર્ટ બિલ્ડીંગ રાજકોટમાં નિર્માણ પામ્યુ છે. 


વકીલો માટે લાઇબ્રેરી સહિત ખાસ પ્રકારની અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સોમવારથી રાજકોટની 47 કોર્ટ એક જ બિલ્ડિંગમાં બેસશે. રાજકોટમાં હાઇકોર્ટેના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલનું સંબોધન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા ડિજિટલાઇઝેશન ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતની ન્યાય પ્રણાંલી વિશે વાત કરી હતી. આ સમયે કાયદા મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. તેમણે કોર્ટ બિલ્ડીંગના નિર્માણને લઈને વકીલોને સંબોધન કર્યું હતું.


રાજકોટમાં ચીફ જસ્ટિસ ચન્દ્રચૂડ ગુજરાતીમાં સંબોધન કર્યું હતું. તે સમયે લોકોએ તેનું અભિવાદન ઝીલી લીધું હતું. ગુજરાતીમાં કહ્યું કેમ છો બધા, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે રાજકોટ વિશે ગુજરાતીમાં વાત કરી હતી કે, રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખને લોકલાડીલા કહ્યા હતા. જયશ્રી ક્રિષ્ના બધાને,રાજકોટને રંગીલું કહ્યું. આ ઉપરાંત તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી અહીં ભણેલા. આ શહેરમાં એક સમયે હાઇકોર્ટે હતી. રાજકોટના મેળાના યાદ કર્યો. રાજકુમાર કોલેજ, ડીઝલ એન્જીન,સોના ચાંદીના દાગીના, ફાફડા જલેબી,ચાની દુકાનો,પાનના ગલ્લા ગણી ન શકાય. આ શહેર કાયદેસર રીતે 1 થી 4 વાગ્યા સુઈ જાય. જલારામ બાપા અને ઘેલા સોમનાથને યાદ કર્યા હતા. રાજકોટ બપોરે કાયદેસર રીતે સુઈ જાય અને રાત્રે 1 વાગ્યા સુધી રેસકોર્સની પાળીએ બેસે. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજને યાદ કરી હતી. મહાત્મા ગાંધીના વચનોથી પ્રેરાઈને મે ગત વર્ષથી ભારતના જુદા જુદા રાજ્યોની મુલાકાત શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું,જે રીતે દ્વારકાધીશની ધજા ફરકે છે તે રીતે ન્યાયની ધજા હંમેશા ફરકતી રહે. રાજકોટનો કોર્ટ બિલ્ડીંગ દેશભરની કોર્ટ બિલ્ડિંગોમાં રોલ મોડલ સાબિત થઈ છે.