રાજકોટ: 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપ 2019ને લઇ ટીમ ઈન્ડિયાની આજે જાહેરાત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયામાં ત્રણ ગુજરાતી ક્રિકેટરની પણ પસંદગી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની વર્લ્ડકપ ટીમમાં પસંદગી થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાય ગયો છે.


આ મુદ્દે  જાડેજાના પત્ની રિવાબાએ કહ્યું કે મને મેરેજ એનિવર્સરીની ગીફ્ટ મળી છે. જેથી હું રવિને મળવા જાવ છું. રવિન્દ્ર જાડેજાનું સિલેક્શન થવું એ ગર્વની બાબત છે. રવિ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપશે અને વર્લ્ડકપ આપણે પાછો ભારતમાં લાવીએ એટલી જ આશા છે. રવિન્દ્ર અને રિવાબાના લગ્ન 17 એપ્રિલ, 2016ના રોજ થયા હતા.

રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ જણાવ્યું કે ભાઈનું સિલેક્શન થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ભાઈ બીજીવાર વર્લ્ડ કપ રમવા જઈ રહ્યો છે જેથી અમને વધારે ખુશી છે. ખૂબ સારૂ પર્ફોમન્સ આપી વર્લ્ડ કપ અપાવે તેવી આશા રાખીએ છે. ભાઈનું વર્લ્ડ કપમાં સિલેક્શન થાય એ માટે મા આશાપુરાને અમે પ્રાથના કરી હતી.

વર્લ્ડકપ ટીમમાં પસંદગી થયા બાદ જાડેજાએ ભાજપ અને નરેન્દ્ર મોદીને સપોર્ટ કરતું ટ્વિટ કર્યું હતું.


વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, ત્રણ ગુજરાતીને મળ્યું સ્થાન

વર્લ્ડકપ 2019: આ કારણે ભારતીય ટીમમાંથી પંતનું પત્તુ કપાયું ને કાર્તિકની થઈ પસંદગી, જાણો વિગત

વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાના આ ધૂરંધરો પ્રથમ વખત રમશે વર્લ્ડકપ, જાણો વિગત