રાજકોટ:  રામવન પાસે આવેલ RMCના પાણીના પમ્પિંગ સ્ટેશનમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. પાણીનો વાલ્વ ખોલવા જતા RMCના કોન્ટ્રાકટ કર્મચારી ટાંકામાં લપસી પડ્યા હતા. જે બાદ તેમનું મોત નિપજ્યું. મૃતક કર્મચારીનું નામ મુકેશ રાઠોડ છે. તો બીજી તરફ મૃતકના પરિવારજનો અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોની ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવાની માંગ કરી રહ્યા છે. મૃતક મુકેશ રાઠોડ રામવન પાસે પમ્પિંગ સ્ટેશનમાં જ રહેતા હતા. સેફટીના સાધનો ન હોવાથી અકસ્માત થયો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.


તમને જણાવી દઈએ કે, રાજકોટ મહાનગરપાલિકામાં આઠ દિવસમાં બીજી ઘટના બની છે. થોડા દિવસ પહેલા એક મજૂર અને એક કોન્ટ્રાક્ટરનું પણ મૃત્યુ થયું હતું. સિગલ ઇન્ફ્રાકોમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનો કોન્ટ્રાકટર હતો. 1 મહિના પહેલા જ પમ્પિંગ સ્ટેશન શરૂ થયું હતું. મૃતક મુકેશ રાઠોડ જ્યારે વાલ્વ ખોલવા જતા હતા ત્યારે તેમનો પગ લપસી ગયો હતો. 35 ફૂટ ઉંડા પાણીની ઇનલેટ ચેનલમાં ખાબકી જતા તેમનું મોત થયું. પાણીનો ફોર્ષ વધુ હોવાથી પાણીમાં ડૂબી જતાં મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. મૃતક મુકેશ રાઠોડ સિગલ ઇન્ફ્રાકોમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કોન્ટ્રાકટ કર્મચારી હતા.


રાજ્યના 109 IASની સામૂહિક બદલી


Gandhinagar: રાજ્યના 109 IASની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. નોંધનીય છે કેસ લાંબા સમયથી IAS અધિકારીઓની બદલીની ચર્ચા ચાલતી હતી. મહત્વના વિભાગના અધિકારીઓ બદલાયા છે. જેમાં  મુકેશ પુરીની ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે બદલી કરવામાં આવી છે.


મોટાભાગના સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 10 અધિકારીઓને પ્રમોશન સાથે બદલી પણ અપાઈ છે. મુકેશ પુરી, એકે રાકેશ, કમલ દયાની,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના, મોહમ્મદ શાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ, મનીષાચંદ્રા, બીએન પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિતના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવાયા છે. એ.કે રાકેશને કૃષિ વિભાગનો ચાર્જ આપવામાં આવ્યો છે. પ્રવિણા ડી કેને અમદાવાદના કલેક્ટર બનાવાયા છે.





સંજય નંદનને સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એમ્પલોયમેન્ટમાં અમદાવાદના મહાત્મા ગાંધીના લેબર ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર જનરલ બનાવાયા છે. તેઓ ગુજરાત રાજ્ય વેરહાઉસ કોર્પોરેશનમાં એમડી હતા. સાથે જ ડો. અનૂજ શર્માને વધારાના ચાર્જમાંથી મુક્ત કરાયા છે. એસ.જે.હૈદરને ખાણ અને ખનીજ વિભાગના ACS અને મુકેશ કુમારને ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર મુખ્ય સચિવ બનાવાયા છે. રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી કરાઈ છે. રાજકોટ PGVCLના નવા MD તરીકે એમ.જે દવેને જવાબદારી સોંપાઈ છે. પ્રભોવ જોશી રાજકોટના નવા કલેક્ટર બન્યા છે. વરુણ કુમાર બરનવાલ બનાસકાંઠા (પાલનપુર) કલેકટર બન્યા છે.