રાજકોટઃ રાષ્ટ્રવાદી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS) તેના કાર્યકર્તાઓ માટેના ગણવેશ સંબંધિત નિયમમાં રવિવારે મોટો ફેરફાર કર્યો હતો. RSS દ્વારા સ્વયંસેવકોના ડ્રેસમાં પરંપરાગત ખાખી હાફ પેન્ટને બદલે હવે બ્રાઉન અથવા કોફી કલરના ફૂલ પેન્ટ અને સફેદ કલરના શર્ટમાં રાજકોટમાં યોજાયેલા RSSના પંથ સંચાલનના કાર્યક્રમમાં જોવા મળ્યો હતો.
નવ ગણવેશમાં વિજ્યાદશમી નિમિતે પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં આત્મવિશ્વાસ દ્રઢ કરવાના હેતુથી સૌરાષ્ટ્ર સ્કૂલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં RSSના સ્વયંસેવકો પહેલીવાર ફુલ પેંટમાં જોવા મળ્યા હતા. અત્યાર સુધી RSSનો ગણવશ ખાખી હાફ પેંટ અને સફદ શર્ટ હતો.
સંઘના સ્વયંસેવકોના ડ્રેસ કોડમાં આ પહેલા ત્રણ વાર ફેરફાર કરવામાં આવી ચૂક્યો છે. શરૂઆતમાં ડ્રેસમાં ફૂલ પેન્ટ જ સામેલ હતું, પણ બાદમાં એને હાફ પેન્ટ કરવામાં આવ્યું હતું. 1939માં ખાખી શર્ટનું સ્થાન સફેદ શર્ટે લીધું હતું. 2010માં ચામડાના બેલ્ટની જગ્યાએ કેનવાસનો બેલ્ટ પસંદ કરાયો હતો. સંઘના 90 વર્ષના ઈતિહાસમાં માત્ર ટોપી જ યથાવત્ રહી છે.