રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વધારો જોવા મળ્યો છે. જિલ્લામાં તારીખ 8 મેના રોજ જિલ્લામાં 290 કેસ આવ્યા. 9 મેના રોજ જિલ્લામાં 395 રેકોર્ડ બ્રેક કેસ આવ્યા હતા. 


આઠ દિવસ પહેલા 100થી 150 કેસ આવ્યા હતા. હાલમાં રાજકોટ જિલ્લાના ગામડામાં 350થી વધુ કેસ આવી રહ્યા છે. રાજકોટ નજીક આવેલા કણકોટમાં કોરોનાથી 3 લોકોના મૃત્યુ થયા છે. આ ગામની વસ્તી 1400 લોકોની છે. ગામમાં 27 તારીખ પછી વેક્સીન નથી આવી. ગામમાં 45 ઉપરના 98 લોકોએ જ વેક્સીન લીધી છે. ગામના સરપંચ અને યુવકોએ કહ્યું વેક્સીન મોકલો.


સૌરાષ્ટ્રના કયા શહેરનું આ બજાર બપોર બાદ રહેશે બંધ, દોઢ મહિનામાં 25 વેપારીના મોત


રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્યના 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તેમજ અનેક શહેર-ગામો સ્વયંભૂ લોકડાઉન પાળી રહ્યા છે. આવા સમયે રાજકોટના દાણાપીઠ વેપારીઓએ  હાલ્ફ ડે લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે.  દાણાપીઠ વેપારીઓએ હાલ્ફ ડે લોકડાઉન લંબાવ્યુ છે.  


દાણાપીઠ વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે. રાજકોટની દાણાપીઠમાં ત્રણ વાગ્યા બાદ lockdown કરવામાં આવશે. દાણાપીઠ વેપારીઓએ નિર્ણય લીધો છે. દાણાપીઠના મોટા ભાગના વેપારીઓનો એક સુર જોવા મળ્યો હતો. રાજકોટની દાણાપીઠમાં કોરોનાને કારણે દોઢ મહિનામાં 25 જેટલા વેપારીઓના મૃત્યુ થયા છે.

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આગામી 20 તારીખ સુધી અડધા દિવસનું લોકડાઉન લંબાવાયું છે.   દ્વારકા ની બજારો દરોજ બપોરે 2 વાગ્યા બાદ બંધ રહેશે. પાલિકા પ્રમુખ દ્વારા વેપારીઓને અપીલ કરતા બંધ લંબાવાયું છે. 


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા છે. જેની સામે 14,770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 121 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8394 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 14770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,33,004 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 1,38,828 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.27   ટકા છે.