અમરેલી: ગત વર્ષે ચોમાસામાં થયેલા સારા વરસાદને કારણે પાણીના તળ ઉંચા આવ્યા હતા. જ્યારે વાવાઝોડાને કારણે પડેલા વરસાદ અને શરૂઆતના વરસાદને કારણે ડેમોમાં પાણીની સારી સ્થિતિ છે. જેને લઈ અમરેલી જિલ્લામાંથી આવેલા 10 ડેમમાંથી બે ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. આ બંને ડેમોમાંથી પાણીનો ઓવરફ્લો ચાલુ છે. 10 માંથી 9 ડેમોમાં પાણીની ચોમાસાની શરૂઆતમાં જ સારી સ્થિતિ છે, જ્યારે વડીયાનો એક માત્ર સુરવા ડેમમાં જ ખૂબ ઓછું 10.25 ટકા પાણી છે.


અમરેલી જીલ્લામાં કયા ડેમો આવેલા છે


જીલ્લામાં ખોડિયાર ડેમ, ઠેબી ડેમ, ધાતરવડી-1 ડેમ, રાયડી ડેમ, વડિયા સુરવો ડેમ, વડી ડેમ, શેલ દેદુમલ ડેમ, મુંજીયાસર ડેમ, સુરજવડી ડેમ, ધાતરવડી-2 ડેમનો સમાવેશ થાય છે. આજની તારીખે આ ડેમોમાંથી ધાતરવડી -1 અને સૂરજવડી ડેમ પાણીથી 100 ટકા ભરાયેલા છે.

અમરેલી જીલ્લામાં ડેમોના ડેમોની પરિસ્થિતિ

ખોડિયાર ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 29.94(MCM) જેમાંથી હાલ 20.690 જેથી 69 ટકા જેટલો ભરાયેલો છે.

ઠેબી ડેમ - સંગ્રહ શક્તિ 10.65 એમસીયુએમ,હાલ 5.14 (MCM) સ્થિતિ એટલે 48.32 ટકા ભરાયેલો છે.

ધાતરવડી - 1 ડેમ સંગ્રહ ક્ષમતા કુલ - 26.90(MCM),હાલ 26.92 ભરેલો. જેથી 100 ટકા ભરેલો છે.

રાયડી ડેમની ક્ષમતા કુલ - 6.93(MCM),હાલ 3.70 એટલે 53.39 ટકા ભરાયેલો છે.

વડિયા સુરવો ડેમની સંગ્રહ ક્ષમતા 5.363(MCM),હાલ - 0.550 (MCM) એટલે કુલ ટકા - 10.25 ભરેલો છે.


વડી ડેમ સંગ્રહ ક્ષમતા 10.62(MCM) હાલ 3.35 એટલે ટકા - 32.34 ભરાયેલો છે.

શેલ ડેદુમલ ડેમની ક્ષમતા 7.82(MCM),હાલ 4.853 ભરેલો એટલે 62.02 ટકા ડેમ ભરાયેલો છે.

મુંજીયાસર ડેમની સંગ્રહ ક્ષમતા 13.64(MCM),હાલ - 10.458 છે એટલે 76.63 ટકા ભરાયેલો છે.

સુરજવડી ડેમ સંગ્રહ ક્ષમતા 6.37(MCM) , હાલ - 6.37 એટલે ટકા - 100 ભરાયેલો છે.


ધાતરવડી - 2 ડેમની સ્થિતિ ક્ષમતા - 10.19 હાલ - 6.76 એટલે ડેમ 66.34 ટકા ભરાયેલો છે.


સુરતના પાટીદાર અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ આપમાં જોડાયા


સુરતના જાણીતા ઉદ્યોગપતિ  મહેશ સવાણી (Mahesh Savani) આજે આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party) જોડાઈ ગયા હતા. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાની હાજરીમા સવાણી આણ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સિસોદિયાએ મહેશ સવાણી ને આપ માં આવકાર આપ્યો હતો. મહેશ સવાણી પાટીદાર આગેવાન અને સમાજ સેવક છે. મહેશ સવાણીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી સેંકડો દીકરીએનાં લગ્ન કરાવ્યા છે. કોરોના કાળમાં સૌરાષ્ટ્રમાં જનરેટર પહોંચાડી મહેશ સવાણીએ સેવા બજાવી છે.