રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ વચ્ચે જૂનો નાતો છે. કોઈને કોઈ કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં રહેતી આવી છે. હવે ફરી એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક અલગ જ વિવાદને કારણે ચર્ચામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બીજા રાજ્યોમાં અલગ અલગ રમત રમવા માટે ગયેલા ખેલાડીઓની વ્યવસ્થા ન કરી શકતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.


ચંદીગઢ રમવા ગયેલા ખેલાડીઓએ પોતાની આપવીતી વર્ણવી


આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં ચંદીગઢ રમવા ગયેલા ખેલાડીઓએ પોતાની આપવીતી વર્ણવી છે. તેમણે કહ્યું કે, ટ્રેનમાં એડવાન્સ ટિકિટની વ્યવસ્થા તો ન થઈ પરંતુ કોચ અને ખેલાડીઓને રૂપિયા પણ આપવામાં ન આવ્યા. નોંધનીય છે કે, દર વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એડવાન્સમાં ખેલાડીઓ અને કોચને રૂપિયા આપવામાં આવતા હતા. તમને જણાવી દઈએ કે, નવેમ્બર મહિનામાં કબડી, કુસ્તી અને યોગ જેવી ભાઈઓ અને બહેનોની રમત માટે બીજા રાજ્યોમાં સૌરાષ્ટ્રના ખેલાડીઓ ગયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ રમતોના કોચને એડવાન્સ રૂપિયા આપવામાં આવ્યા ન હતા. જેના કારણે ખેલાડીઓ અને તેમના કોચ અન્ય રાજ્યમાં મુશ્કેલીમાં મુકાયા હતા.




30 કલાકની સફરમાં એક સીટમાં બે વિદ્યાર્થીઓ બેઠા હતા


કુસ્તીના ખેલાડી જેનીસ મૂંગરાએ ચંદીગઢમાં તેમની સાથે બનેલી ઘટનાની આપવીતી વર્ણવી હતી. આંતર યુનિવર્સીટી રમવા ગયેલા ખેલાડીઓને રૂપિયાના મળતા વિદ્યાર્થીઓએ ખુદના રૂપિયા ખર્ચ કર્યા હતા. અલગ અલગ રાજ્યોમાં રમવા માટે ગયેલા ખેલાડીઓને કોચને રૂપિયાના મળતા ખુદના રૂપિયા વાપર્યા.   રાજકોટથી ચંદીગઢ સુધીની 30 કલાકની સફરમાં એક સીટમાં બે વિદ્યાર્થીઓ બેઠા હતા. હવે ખેલાડીઓ અને કોચની આવી સ્થિતિ થતા લોકો સવાલ કરી રહ્યા છે તે, આમાં ક્યાંથી રમશે અને ક્યાંથી જીતશે ગુજરાત. ખેલાડીઓ સાથે બનેલી આ ઘટનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આ મિસમેનેજમેન્ટ માટે જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.


તો બીજી તરફ ખેલાડીઓએ મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, ન તો અમને કીટ આપવામાં આવી છે ન તો અમારી ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. અમને પ્રેક્ટિસ કરવાનો પણ સમય મળ્યો નથી. કોઈ આગોતરા આયોજન વગર અમને કહેવામાં આવ્યું કે, આજે રાત્રે તમારે બહાર રમવા જવાનું છે. જેથી કોઈ પણ આયોજન વગર ખેલાડીઓ મેદાનમાં ઉતરતા સારુ પ્રદર્શન કરી શક્યા નથ.