રાજકોટ : રાજ્યમાં  કોરોના વાયરસની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. દિવસેને દિવસે કોરોનાના કેસોની સંખ્યા અને મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 6 મેથી આયોજીત થનારી તમામ પરીક્ષાઓ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 52 હજારથી વધારે વિદ્યાર્થીઓ વિવિધ શાખાની પરીક્ષામાં બેસવાનાં હતા. જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોના સંકટ વચ્ચે પરીક્ષાનું આયોજન શક્ય નહી હોવાનાં કારણે પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી છે. 


રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે જોવા માટે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 


રાજકોટમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. એવામં પરીક્ષાનું આયોજન કરવું યોગ્ય ન હોય રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તમામ પરીક્ષાઓને મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.