Rajkot: રાજકોટમાં ભાજપના કાર્યક્રમમાં બખેડો થયો હતો. જેના કારણે ધારાસભ્ય, મેયરે સ્થળ છોડવાની ફરજ પડી હતી. શહેરના કોઠારીયા વિસ્તારમાં ફ્રી નિદાન કેમ્પમાં ધારાસભ્ય રમેશ ટિલાળા, દર્શિતાબેન શાહ અને મેયરે ચાલુ ક્રાર્યક્રમે પાછા ફરવું પડ્યું હતું. સ્થાનિકો દ્વારા રસ્તા તેમજ પાણીને લઈને અનેક રજુઆત છતાં કામ ન થતા કાર્યક્રમ અટકાવ્યો હતો. ૩ વર્ષથી રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે પંરતુ રસ્તો ન બનતા સ્થાનિકોમાં રોષ હતો. ચાલુ કાર્યક્રમમાં સ્થાનિકોએ હોબાળો કરતા બંને ધારાસભ્ય અને મેયરે ચાલતી પકડી હતી.
લોકસભાની તમામ 26 બેઠકો જંગી લીડ સાથે જીતવા ગુજરાત ભાજપનો શું છે પ્લાન ?
લોકસભાની આગામી ચૂંટણી માટે ગુજરાત સરકાર અને ભાજપ સંગઠન એક્શનમાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જિલ્લાઓનો પ્રવાસ કરશે. 33 જિલ્લાઓમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પ્રવાસ કરશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષના વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમની સફળતા બાદ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. સંગઠન અને સરકારને જુદા જુદા પ્રશ્નોને વાચા આપીને તાલમેલ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. લોકસભાની તમામ 26 બેઠક પર વિક્રમી લીડ મેળવવાની રણનીતિના એક ભાગ રૂપે જિલ્લાનો પ્રવાસ કરાશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઉમેદવારો જાહેર કરતાં જ શરૂ થયો કકળાટ
નવી દિલ્હીમાં સંસદીય બોર્ડની બેઠક બાદ તરત જ ભાજપે કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ પછી હવે ભાજપ પોતાની અંદર સંભવિત મતભેદ ટાળવા પગલાં લઈ રહી છે. ઉપરાંત, પક્ષમાં ઊભી થતી કોઈપણ ચિંતાઓને દૂર કરવાની કાળજી લેવી. વિધાનસભાની ચૂંટણીને લગભગ એક મહિનો બાકી છે ત્યારે ભાજપ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે પાર્ટીમાં અંદરોઅંદર ઝઘડો ન થાય. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ છે અને 10 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના પરિણામો 13 મેના રોજ જાહેર થશે. કર્ણાટકના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવદીએ અથની ટિકિટ કપાયા બાદ તેમણે વિધાન પરિષદના સભ્ય અને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યા પછી કહ્યું, મેં મારો નિર્ણય લઈ લીધો છે. ભીખ માંગવા માટે ફરવા વાળો હું નથી. હું એક સ્વાભિમાની રાજકારણી છું. હું કોઈના પ્રભાવ હેઠળ કામ કરતો નથી.