કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં કઈ નવી ફ્લાઇટનો થયો પ્રારંભ? એરપોર્ટ પર ફ્લાઇટ આવતાં કરાયું સ્વાગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Sep 2020 08:40 AM (IST)
આજથી સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઈ નવી ફલાઇટ શરૂ થઇ છે. સવારના સમયે મુંબઈથી રાજકોટ ફ્લાઇટ આવી હતી.
રાજકોટ: ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. બીજી તરફ ગુજરાતમાં ઉદ્યોગ-ધંધા ફરીથી પાટે ચડી રહ્યા છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ધરાવતા રાજકોટમાં આજથી નવી ફ્લાઇટનો પ્રારંભ કરાયો છે. રાજકોટ-મુંબઈ વચ્ચે નવી ફ્લાઇટ શરૂ થઇ છે. વોટર કેનનથી નવી ફ્લાઈટનું સ્વાગત કરાયું હતું. રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કરાયું હતું. સ્પાઇસ જેટની નવી ફલાઇટ શરૂ થઇ છે. સવારના સમયે મુંબઈથી રાજકોટ ફ્લાઇટ આવી હતી. થોડા સમયના રોકાણ બાદ ફરી મુંબઈ રવાના થશે. રાજકોટ અને મોરબીના અનેક વેપારીઓ ઉદ્યોગપતિ મુંબઈ જતા આવતા હોય છે, જેમને આ ફ્લાઇટથી મોટો ફાયદો થશે.