Maharashtra News: મહારાષ્ટ્રમાં NCP ચીફ શરદ પવારના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જાલનામાં હિંસાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલની રેલી બાદ આજે સવારે જાલના શહેરમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં સંભાજીનગર ગ્રામ્ય પોલીસની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
એ જ પોલીસ ટીમ હવે શરદ પવાર સાથે કાફલામાં હતી. જ્યારે તેના પર પથ્થરમારો થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે શરદ પવાર અંતરવાલી ગામથી નીકળી રહ્યા હતા. પથ્થરમારામાં પોલીસની ગાડીનો પાછળનો કાચ તૂટી ગયો હતો. ગ્રામીણ પોલીસ દળના ડીએસપી દેવદત્ત ભવરની કારની પણ તોડફોડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર હિંસામાં લગભગ 40 પોલીસકર્મી અને કેટલાક અન્ય લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓએ ઓછામાં ઓછી 15 રાજ્ય પરિવહન બસો અને કેટલાક ખાનગી વાહનોને આગ ચાંપી દીધી હતી. પોલીસે 360 થી વધુ લોકો સામે એફઆઈઆર નોંધી છે અને હિંસામાં કથિત રીતે સામેલ 16 લોકોની ઓળખ કરી છે.
શુક્રવારે, પોલીસે ઔરંગાબાદથી લગભગ 75 કિમી દૂર અંબાદ તાલુકાના ધુલે-સોલાપુર રોડ પરના અંતરવાલી સારથી ગામમાં હિંસક ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. રાજ્ય સરકારે રાજકીય રીતે પ્રભાવશાળી મરાઠા સમુદાય માટે આરક્ષણની જોગવાઈ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે રદ કરી હતી. એનસીપી પ્રમુખ શરદ પવાર શનિવારે અંતરવાલી સારથી ગામની મુલાકાતે આવ્યા હતા.
મહારાષ્ટ્રના જાલનામાં મરાઠા આરક્ષણ આંદોલન દરમિયાન હિંસા
મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં શુક્રવારે મરાઠા આરક્ષણ આંદોલન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આમાં ઓછામાં ઓછા 12 પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા. જાલના નજીકના અંબડ તાલુકામાં શુક્રવારે આંદોલન પર બેઠેલા મરાઠા સમુદાયના લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આરોપ છે કે આંદોલનકારીઓએ ધુલે-સોલાપુર હાઈવે બ્લોક કરી દીધો હતો. કહેવાય છે કે પથ્થરમારો થયો હતો, જેના પછી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. મરાઠા સમાજે લાઠીચાર્જનો વિરોધ કર્યો હતો. હાઈવે પર વાહનો સળગાવવામાં આવ્યા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial