Rajkot News: રાજકોટ શહેરમાં એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં એક પ્રેમીકાએ પોતાના પ્રેમીના મોત બાદ આત્મહત્યા કરીને જીવન ટુંકાવી લીધુ છે. પ્રેમીએ પહેલા રાજકોટ સેન્ટ્રલ જેલમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માહિતી અનુસાર, રાજકોટ સેન્ટ્રલ જેલમાં સગીરાના અપહરણ કેસમાં જેલમાં રહેલા પ્રેમીએ બેરેકમા જ ટુવાલથી જીવન ટુંકાવી દીધુ હતુ. પ્રેમીએ જેલમાં આપઘાત કરતા સગીર પ્રેમિકાએ પણ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું........
માહિતી અનુસાર, રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ જેલમાં સગીરાના અપહરણ કેસમાં જેલવાસ ભોગવી રહેલા પ્રેમી દિપક દિનેશભાઈ ચારોલીયાએ જેલની બેરેકમા ટુવાલ બાંધી આપઘાત કરી લીધો, આ પછી પ્રેમીના આપઘાત બાદ પ્રેમિકા આઘાતમાં આવી ગઇ હતી, બાદમાં તેને કાલે વહેલી સવારે 6:30 વાગે ગળાફાંસો ખાઈ લીધો હતો. બાદમાં આ મામલાની જાણ શહેરમાં એ ડિવિઝન પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
Rajkot: મનદિપ ઇન્ડસ્ટ્રીઝની 16 કરોડની મિલકત ED એ કરી જપ્ત, જાણો શું છે મામલો -
Rajkot News: ઇડી દ્વારા રાજકોટ જિલ્લાની મનદિપ ઇન્ડસ્ટ્રીઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડ્રિ એક્ટ અંતર્ગત 16 કરોડ રૂપિયાની મિલકતો ED એ જપ્ત કરી છે.
મનદિપ ઇન્ડસ્ટ્રીઝ ઉપલેટામાં ખાદ્ય તેલનો વેપાર કરે છે. કંપનીએ 47.30 કરોડની કેશ ક્રેડિટ લોન લીધી હતી, જે બાદ 44.64 કરોડની છેતરપિંડી કરી હતી. 2014 થી 2020 દરમિયાન 47.30 કરોડની રોકડ ક્રેડિટની લોન લીધી હતી. જે પૈકી 44.64 કરોડની રોકડ ભરાપાઇ ન કરી હતી અને સ્ટોક પૂર્વ મંજુરી વગર વેંચી નાખવામાં આવ્યો હતો. જે બાદ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્રારા સીબીઆઇમાં ફરિયાદ કરવામાં આવી હતી.
પ્રથમ નોરતે જ રાજ્યમાં આ વિસ્તારમાં શરૂ થયો વરસાદ
આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે રાજ્યના અમુક વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતામાં પડી ગયા છે. સુરત જિલ્લામાં વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. ઓલપાડ,કરમલા,માસમાં,સહિતનાં ગામોમાં વરસાદ પડી રહ્યો છે.