પોલીસ સુત્રો પ્રમાણે, કૃણાલ રાજકોટની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તે બુધવારે પત્ની અને બે બાળકો સાથે નવરાત્રી રમવા ગયો હતો. ત્યાર બાદ વહેલી સવારે તે ઘરેથી નીકળી ગયો હતો. ત્યારે પરિવારજનોને લાગ્યું કે તેઓ સવારે ચાલવા માટે કે પછી કોઈ નાસ્તો લેવા ગયા હશે. સવારે નવ વાગ્યાની આસપાસ ખબર મળી હતી કે, ફ્લેટ નીચે આવેલા કુવામાં કૃણાલની લાશ પડી છે. ત્યારે પરિવારજનોને આ અંતિમ પગલાનું કારણ ખબર ન હતી.
પરિવારને ઘરમાં કૃણાલનાં પર્સમાંથી એક સુસાઈડ નોટ મળી હતી. જેમાં યુવકે લખ્યું હતું કે, ઓનલાઈન પોકર ગેમમાં લાખો રૂપિયા હારી ગયો છું. મેં મિત્રોના ડેબિટ અને ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. મારા મિત્રોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે મારા માતા-પિતા પરિવારને હેરાન કરશો નહીં.
હવે પોલીસ યુવકે ક્યા ક્યા મિત્રો તથા ઓળખીતાનાં ડેબિટ-ક્રેડીટ કાર્ડના ઉપયોગ કર્યાં હતા તે માટે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ચેક કરશે. આ તમામ તપાસ કરવા માટે પોલીસ સાઈબર સેલની પણ મદદ લેશે.