પોલીસ કોન્સ્ટેબલે ખભ્ભા પર બેસાડીને બે છોકરીઓને લઈને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બચાવી હતી. ટંકારાના કલ્યાણપુર ગામે 43 લોકો પાણીમાં ફસાયા હતા. ત્યારે ગામના લોકોને બચાવા માટે આવેલા રેસ્ક્યૂમાં પોલીસ પણ જોડાઈ ગઈ હતી અને ગ્રામજનોને મોતના મુખમાંથી બચાવવામાં મદદ કરી હતી.
રેસ્ક્યૂ કરી રહેલા એક પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થયો છે. કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ સ્થાનિક તરવૈયાની મદદથી બન્ને બાળકોને બચાવતો નજરે પડ્યો હતો. જિલ્લા પોલીસે અત્યંત સરાહનીય ભૂમિકા ભજવતા કલ્યાણપુર વિસ્તારમાં 43 લોકો ફસાયા હતા તેમાં જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાના નેજા હેઠળ રેસ્ક્યૂમાં પોલીસ પણ જોતરાઈ હતી.
આ વીડિયો બાદ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાની સરાહનીય કામગીરીની ચોમેર પ્રસંશા થઈ રહી છે. હાલ આ તસવીર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યારે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ફેસબુકમાં આ તસવીરને પોતાના પેજ પર શેર કરી રહ્યા છે.
ટંકારા પોલીસના જવાન પુથ્વીરાજ સિંહ જાડેજા પુર અસરગ્રસ્ત વિસ્તારમાં બે બાળકીઓને ખભે લઇ પોતાની જાનની પરવા કર્યા વગર પાણી પાર કરાવવાની પ્રંશસનીય કામગીરી સાહસીક રીતે કરી ગુજરાત પોલીસના માનવીય અભિગમનો વધુ એક દ્રષ્ટાંત આપી રહ્યાં છે.