રાજકોટઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે છતાં પણ લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જને લઈને રાજકોટ હોટલ એસોસિએશને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલ સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી આગામી ત્રણ દિવસ સુધી રાજકોટમાં ચાની કિટલીઓ બંધ રહેશે.
કોરોનાના વધી રહેલા સંક્રમણને પગલે રાજકોટમાં આગામી ત્રણ દિવસ ચાની કિટલીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી એટલે શનિ, રવિ અને સોમ એમ ત્રણ દિવસ રાજકોટમાં ચાની કિટલીઓ બંધ રહેશે.
કોરોનાના કેસો વધવા લાગતા હોટલ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. 1200 કરતાં વધારે ચાની કિટલીઓ આગામી ત્રણ દિવસ માટે શહેરમાં બંધ રાખવામાં આવશે.
નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં હાલ કોરોનાના 334 એક્ટિવ કેસો છે. જ્યારે 178 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ 17 લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોનાના કેસો વધી રહ્યાં હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ નિર્ણય: ગુજરાતના આ શહેરમાં આજથી આગામી ત્રણ દિવસ સુધી ચાની કિટલીઓ રહેશે બંધ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jul 2020 10:30 AM (IST)
કોરોનાના વધી રહેલા સંક્રમણને પગલે રાજકોટમાં આગામી ત્રણ દિવસ ચાની કિટલીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -