ભાવનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આજે ભાવનગર શહેરમાં કોરોનાના 59 કેસો આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે ભાવનગર શહેરમાં કોરોનાના 33 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તંત્ર દ્વારા સવારે જૂના નહીં ગણવામાં આવેલા 26 કેસ જાહેર કર્યા હતા. આ સાથે આજના તમામ કેસોની ગણતરી કરીએ તો કુલ 59 કેસનો વધારો થયો છે.


રાજ્યમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક નવા 861 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 15 દર્દીના મોત છે. આજે 429 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 39, 280 પર પહોંચ્યો છે, જ્યારે મૃત્યાઆંક 2010 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 27742 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

ગઈ કાલે નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 212, અમદાવાદ કોર્પોરેશનમાં 153, સુરત 95, વડોદરા કોર્પોરેશનમાં 43, વલસાડ-28, વડોદરા-25, ગાંધીનગર- 24, ભરૂચ-19, બનાસકાંઠા- 18, રાજકોટ કોર્પોરેશન-18, ખેડા- 17, મહેસાણા - 17, નવસારી-16, ભાવનગર કોર્પોરેશન - 14, દાહોદ- 13, જુનાગઢ કોર્પોરેશન 12, આણંદ- 11, સાબરકાંઠા- 11, સુરેન્દ્રનગર-10, અમદાવાદ-9, ભાવનગર- 9, ગીર સોમનાથ-9, અમરેલી - 8, ગાંધીનગર કોર્પેોરેશન -8, તાપી -8, જામનગર કોર્પોરેશન-7, જુનાગઢ-7, બોટાદ-6, અરવલ્લી-5, કચ્છ-5, પાટણ 5, છોટાઉદેપુ-4, જામનગર -4, મોરબી -4, પંચમહાલ-3, રાજકોટ-2, નર્મદા-1 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યા છે.