સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં સતત વધી રહેવા કોરોનાના કહેરને લઈને અનલોક-2માં આપેલી છૂટછાટ તંત્રએ પરત ખેંચી લીધી હોય તેવું લાગી રહ્યું છે. મોરબી જિલ્લામાં કલેક્ટર દ્વારા એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ચા-નાસ્તાની લારીઓ બંધ કરવા આ દેશ આપ્યો છે.
મોરબી જિલ્લામાં વધતા કોરોના કહેરને અટકાવવા માટે મોરબી જીલ્લા કલેક્ટર જે.બી.પટેલે પાન, ગુટખા, તમાકુના દુકાનદારે પાન-તમાકુનું વેચાણ માત્ર પાર્સલથી જ કરવાનું રહેશે. તેમજ દુકાન પર બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટ અંતર જાળવવાનું રહેશે. એક સાથે 4થી વધુ વ્યક્તિઓ એક જ સમયે દુકાન પર હાજર રહી શકશે નહીં તથા દુકાનદારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા એક વ્યક્તિને વ્યવસ્થા માટે રાખવાના રહેશે.
જાહેર સ્થળો પર પાન-ગુટખા અને તમાકુનું સેવન કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે. ચા-કોફી અને નાસ્તાની લારી બંધ રાખવાની રહેશે. જાહેરનામું મોરબી જીલ્લાના સમગ્ર ગ્રામ્ય અને શહેરી વિસ્તારને લાગુ પડશે. જાહેરનામું તારીખ 31મી જુલાઈ સુધી અમલી રહેશે.
જીલ્લાની તમામ મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્ર ખાતે તથા ઝોનલ કચેરીઓમાં મર્યાદિત સેવાઓ ચાલુ રહેશે તે સિવાયની અન્ય તમામ કામગીરી જાહેર જનતાના આરોગ્ય હિતને ધ્યાને લઈને બંધ રાખવા સુચના આપવામાં આવે છે.
સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં આજથી 31 જુલાઈ સુધી ચા-નાસ્તાની દુકાનો બંધ કરાઈ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jul 2020 08:17 AM (IST)
સૌરાષ્ટ્રના આ જિલ્લા કલેક્ટર દ્વારા એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ચા-નાસ્તાની લારીઓ બંધ કરવા આ દેશ આપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -