રાજકોટઃ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાના કમાન્ડોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, ભાજપના સાંસદ મોહનભાઇ કુંડારિયાના કમાન્ડો અશ્વીન રાયધનભાઇ બાલાસરાએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી. જો કે ઘટનાની જાણ થતા માળિયા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. કમાન્ડોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે માળિયા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેફસાની બીમારીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. અશ્વીનભાઈ આ પહેલા વાસણભાઈ આહિરના પણ કમાન્ડો તરીકે રહી ચુક્યા છે.


Gujarat Assembly Monsoon Season: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આ તારીખે મળી શકે છે, જાણો વિગત


Monsoon Season: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થાય તે પહેલા ચોમાસું સત્ર યોજાઈ શકે છે. બે દિવસનું ટૂંકું ચોમાસું સત્ર મળી શકે છે. આગામી 22-23 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ટૂંકુ સત્ર બોલાવવાની તૈયારીએ થઈ રહી છે.  વિધાનસભા ચૂંટણી પહેલાનું આ છેલ્લું સત્ર હશે. આવતા અઠવાડિયે કેબિનેટ બેઠકમાં નક્કી થયા બાદ વિધાનસભા સત્રનુ આહવાન થઈ શકે છે.


બે દિવસના ટૂંકા સત્રમાં શું થશે


વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રમાં પહેલા દિવસે દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપીને કામકાજ બંધ રખાશે. જ્યારે સત્રના બીજા દિવસે વિધાનસભાનું કામકાજ હાથ ધરાશે.


 રાજકોટના એન્ટિક વસ્તુના શોખીન આ વ્યક્તિ પાસે છે ગણેશજીની 60 વર્ષથી લઈ અને 2000 વર્ષ જૂની મૂર્તિઓ




 



દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 31મી ઓગસ્ટે આવશે. ગણેશ ઉત્સવનો તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ગણપતિનો જન્મ ચતુર્થીના દિવસે થયો હતો. હાલ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત રાજ્યના તમામ શહેરો, ગામડાઓમાં ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટના એન્ટિક વસ્તુના શોખીન શિવાભાઈ લીંબાસીયા પાસે ગણેશજીની 60 વર્ષથી લઈ અને 2000 વર્ષ જૂની મૂર્તિઓ છે. રાજકોટના ચંદેશનગરમાં રહેતા શિવાભાઈને ગણેશબાપા પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. હિરણ નદીમાંથી 2000 વર્ષ જૂની અલોકિક મૂર્તિ મળી આવી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન અનેક લોકો નાનામાં નાની મૂર્તિથી લઈ અને મોટી મૂર્તિના દર્શન કરવા માટે આવે છે.