= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બાબા બાગેશ્વર મુદ્દે કરણી સેના મેદાનમાં : બાબા બાગેશ્વર મુદ્દે કરણી સેના મેદાનમાં આવી છે, છેલ્લા કેટલાક દિવસોથી બાબા બાગેશ્વરની દિવ્ય દરબારને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે કરણી સેનાએ ઝંપલાવ્યુ છે. કરણી સેનાએ બાબા બાગેશ્વરનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે, અને તેમની સુરક્ષામાં ખડે પગે રહેવાની રણનીતિ ગોઠવી છે. રાજકોટમાં બાબા બાગેશ્વરને લઈને રાજપૂત કરણી સેના હવે મેદાનમાં આવી ગઇ છે. કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાએ નિવેદન આપ્યુ છે કે, જો કોઈ હિન્દુના દીકરાનો કે સાધુ સંતનો વિરોધ કરશે તો જોયા જેવી થશે, આગામી 1લી અને 2જી જૂનના રોજ બાબા બાગેશ્વર રાજકોટ આવશે ત્યારે કરણી સેના ખડે પગે રહેશે. કરણી સેનાએ કહ્યું - અમે પણ સનાતન ધર્મમાં માનીએ છીએ, અને જો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવામાં આવશે તો જોયા જેવી થશે. કરણી સેનાએ તેમના કાર્યક્રમને લઈને રણનીતિ ગોઠવી છે. તેમને કહ્યું કે, હિન્દુના દીકરાનો કોઈ વિરોધ કરશે તો જોયા જેવી થશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા. પોતાની પોસ્ટમાં પુરસોત્તમ પીપરીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો. એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં પણ ભરશે દિવ્ય દરબાર દેશભરમાં બહુ ઓછા સમયમાં લોકપ્રિય થયેલા બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હવે અમદાવાદમાં દિવ્ય દરબાર ભરશે. માહિતી પ્રમાણે આગામી 29 અને 30 મેના દિવસે અમદાવાદમાં દિવ્ય દરબારનો કાર્યક્રમ યોજશે. માહિતી પ્રમાણે, બાગેશ્વર ધામના પીઠાધીશ્વર બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર આગામી 29 અને 30 મેએ અમદાવાદમાં પણ યોજાશે. ખાસ વાત છે કે, સેક્ટર 6ના અંબે માતાના મંદિરમાં ગયા વર્ષે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજ સ્થાન પર દિવ્ય દરબાર યોજનાનો સંકલ્પ લીધો હોવાનો આયોજકોનો દાવો કરી રહ્યાં છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંબે માતા મંદિરના દર્શન કર્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુરતમાં સી.આર.પાટીલ રહી શકે છે હાજર સુરતમાં યોજાનારા બાગેશ્વર સરકારના લોક દરબારમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટા નેતાઓ લોક દરબારમાં હાજરી આપી શકે છે. સુરતના રોડ શો અને લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગુજરાત આજુબાજુના રાજ્યોમાંથી પણ ભક્તો આવી શકે છે. ગુજરાતમાં બાગેશ્વર સરકાર ચર્ચાનો મુદ્દો બન્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મોરબીના કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને શું ફેંક્યો પડકાર ? બાબા બાગેશ્વરની ગુજરાત મુલાકાત પહેલા વિવાદો શરૂ થઈ ગયા છે. રાજકોટ બાદ મોરબીમાંથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકવામાં આવ્યો છે. મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકતા કહ્યું, મોરબીમાં થયેલી નિખિલ હત્યા કેસના આરોપીને પકડી આપે તો દસ લાખ આપશે. આ ઉપરાંત 2015માં નિખિલ ધામેચા હત્યા કેસ થયો હતો, જેના આરોપી પકડાયા નથી તો તેની હત્યા શા માટે થઈ હતી તે પણ કારણ હજુ કારણ અકબંધ છે. આ મામલે ધીરેન્દ્ર શાસ્ત્રી આરોપી પકડી આપશે તો દસ આપવા રમેશ રબારીએ તૈયારી દર્શાવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પરસોતમ પીપળીયાને ધમકીઓ આપવામાં આવી બાબા બાગેશ્વરનો વિરોધ કરનાર સહકારી આગેવાન પરસોતમ પીપળીયાને ધમકીઓ શરૂ થઈ ગઈ છે. ફેસબુક તેમજ ફોનના માધ્યમથી અશ્લીલ પ્રકારની ગાળો આપી ધમકીઓ અપાઈ રહી છે. એબીપી અસ્મિતા સાથે વાત કરતા પીપળીયાએ કહ્યું, ધમકી આપનારાઓમાં સમજનો અભાવ છે. મારો ઉદ્દેશ અંધશ્રદ્ધા ફેલાય નહીં તેવો છે, કોઈ મારો વિરોધ કરે તેનો વાંધો નથી. ધમકી આપવવાળા કરતા સમર્થકો વધુ હોવાનો દાવો પરસોતમ પીપળીયાએ કર્યો હતો .પોતાનું વલણ યથાવત રાખવાની ખાતરી આપતા પીપળીયાએ કહ્યું હું મારી વાત પર અડગ છું. બાબા સામે વિરોધ નથી પણ અંધશ્રદ્ધા સામે જ છે.
સનાતન ધર્મનો હું પણ સમર્થક છું, મંદિરો બનાવ્યા છે. પોલીસ પ્રોટેક્શનથી બચવું શક્ય નથી, પોતાની રીતે સુરક્ષાનાં પ્રયાસ કરવા જણાવ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ધીરેન્દ્ર શાસ્ત્રી સામે રાજકોટનો પીડિત પરિવાર સામે આવ્યો એક બાદ એક વિવાદ શરૂ થઈ ગયો છે.ધીરેન્દ્ર શાસ્ત્રી સામે રાજકોટનો પીડિત પરિવાર સામે આવ્યો છે. કેટરેસના વેપારી રમેશચંદ્ર વ્યાસનો 12 વર્ષનો પુત્ર ખુશાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 23 એપ્રિલે રાજસ્થાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ગયા હતા. આંચકી આવતી હોવાથી રમેશચંદ્રના પત્ની દિવ્યાંગ બાળકને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે લઈ ગયા હતા. પરચીમાં લખ્યું હતું કે, બાળક સરખું થઈ જશે, દવા ફેંકી દો. આજે બાળક 13 દિવસથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. રાજકોટ જેવા શહેરમાં અંધશ્રદ્ધાનું વધુ એક કિસ્સો સામે આવ્યો છે.એક બાજુ એઇમ્સ હોસ્પિટલ અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ એક બાળકને બાબા પાસે લઈ જવામાં આવ્યો છે. બાળકની બહેને બાબા પર આરોપ લગાવતા કહ્યું કે, આવા બાબાઓ પાસે ન જવું જોઈએ.