TRP Game zone Fire:   રાજકોટ શનિવારે ટીઆરપી  ગેમ ઝોન ( Rajkot Game zone) લાગેલી ભીષણ આગે 27 લોકોના જીવ લીધા છે. હજુ પણ કેટલાક લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઇ રહી છે.


રાજકોટમાં શનિવારે   ટીઆરપી ગેમ ઝોન ( T R P Game zone)માં લાગેલી આગની ઘટનામાં 27 લોકો હોમાઇ જતાં જાણે આજે રંગીલું કહેવાતું રાજકોટ બેરંગ બનીને હિબકે ચઢ્યું છે. ટીઆરપી ગેમ ઝોનની બેદરકારીના કારણે એક નહિ પરંતુ 27 લોકના જીવ ગયા છે.  16 મૃતકોના મૃતદેહના હોસ્પિટલ રાખવામાં આવ્યા છે. ત્યારે આજે  મૃતક અને લાપતા લોકોના પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આંસુભરી આંખે પોતાના સ્વજનોની ભાળ મેળવવા માટે  પરિવારજનોનો  હોસ્પિટલ પહોંતી રહ્યાં છે.  અશ્રુભીની આંખે પરિવારજનો   પોતાના સ્વજનને શોધી રહ્યાં છે. ગેમઝોનમાં કામ કરતા મોનુ કેશવ ગૌણના પરિવારજનો  સિવિલ પહોંચ્યા હતા. મોનુ ગૌણ મુળ ઉત્તર પ્રદેશના રહેવાસી  છે અને તે  છેલ્લા 20 દિવસથી ગેમઝોનમાં  નોકરી કરતો હતો.     


                                             



ગેમઝોન માં  કામ કરતા મોનુ કેશવ ગૌણ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.  પરિજનની ભાળ શોધા માટે તેમના  પરિવાર જનો  સરકારી હોસ્પિટલ પહોચ્યાં હતા, ઉલ્લખનિય છે કે, રાજકોટ એઈમ્સના કોલ્ડ સ્ટોરેજમાં હાલ 16 મૃતદેહ રાખવામાં આવ્યા છે. આગ એટલી ભીષણ હતી કે 27 લોકો બળીને ખાક થઇ ગયા હોવાથી  મૃતકોની ઓળખ કરવી પણ શક્ નથી ત્યારે DNA રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહોને પરિવારજનોને સોંપાશે , તમામના DNA સેમ્પલ પરીક્ષણ માટે ગાંધીનગર મોકલાયા છે.  48 કલાકમાં DNA સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપાશે.     રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપા એક્શનમાં આવી છે, અમદાવાદમાં આવેલા ગેમઝોનની સેફ્ટીના મુ્દે ચેકિંગ શરૂ થયું છે. મનપાએ પાંચ-પાંચ સભ્યોની ત્રણ ટીમ ચેકિંગ માટે તૈયાર કરી છે. અમદાવાદના કેટલાક ગેમઝોનને તાબડતોબ બંધ પણ કરવમાં આવ્યા છેે....