રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ એસોસિયેશનની હડતાળ યથાવત છે. 145 કમિશન એજન્ટ સાથે 17 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી જેના વિરોધમાં હડતાળ કરવામાં આવી રહી છે. કમિશનલ એજન્ટોએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી રૂપિયા નહી મળે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. માર્કેટિંગ યાર્ડમાં છેતરપિંડી કરનાર બિપિન ઢોલરિયા અને નિતેશ ઢોલરિયાની ધરપકડ થઈ ચૂકી છે. બંન્નેએ સાથે મળી 145 કમિશન એજન્ટ સાથે 17 કરોડની છેતરપિંડી કરી હતી. જીરુની ખરીદી કરી કરોડોની છેતરપિંડી કરી હતી.
રાજકોટ માર્કેટ યાર્ડના 140 કમિશન એજન્ટ સાથે 17 કરોડની છેતરપિંડી કરી હતી. જીરુનો માલ ખરીદી પૈસા નહી આપી વિશ્વાસઘાત કર્યો હતો. છેતરપિંડીના કારણે યાર્ડમાં કરોડો રૂપિયાના વ્યવહાર અટક્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સતત ચોથા દિવસે વેપારીઓની હડતાળ યથાવત છે.બેડી માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ મોટી સંખ્યામાં ભેગા થયા છે.જેમાં આવતીકાલે સોમવારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખુલશે કે કેમ તેને લઈને નિર્ણય કરાશે.
જે. કે ટ્રેડીંગ નામે પેઢી ધરાવતા બીપીન ઢોલરિયા અને તેના ભાઈ નિતેશ ઢોલરિયા કરોડોના જીરુના માલની ખરીદી કર્યાં બાદ રૂપિયા ન ચૂકવી ફરાર થયા હતા. ફરિયાદી મનસુખભાઈનો દાવો છે કે. વર્ષ 2004થી પેઢી ધરાવે છે અને કમિશન એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. 5 એપ્રિલ 2025થી અત્યાર સુધીમાં તેમની પેઢીમાંથી આરોપીઓને 1 કરોડ 18 લાખ રુપિયાના જીરુના માલનું વેચાણ કર્યું હતું. એટલું જ નહીં યાર્ડના અન્ય વેપારીઓએ 17 કરોડ રુપિયા સુધીના જીરૂના માલનું વેચાણ કર્યું. જો કે બાદમાં આરોપીઓએ વેપારીઓને રુપિયા આપ્યા નહીં. તો વેપારીઓએ આરોપીઓનો સંપર્ક કરતા તેણે લેણી રકમના ચેક આપ્યા હતા. જો કે આ ચેક રિર્ટન થયા હતા. જે બાદ આરોપીના મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતા અને પેઢી બંધ કરીને ભાગી ગયાનું જાણવા મળતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંન્નેની ધરપકડ કરી હતી.
અમિત ખૂંટ કેસમાં રાજકોટ SPના ખુલાસા
દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા 37 વર્ષીય અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે, રાજકોટ પોલીસે આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને કેસ અંગે મોટા ખુલાસા કર્યા છે. આપઘાત કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. ગોંડલ તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં અમિત ખૂંટને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ સમગ્ર ઘટનામાં સંજય પંડિત તેમજ દિનેશ પાતર નામના વકીલોની પણ ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા 17 વર્ષીય સગીરા તેમજ તેની બહેનપણી 27 વર્ષીય પૂજા રાજગોર તેમજ બંને વકીલ દિનેશ પાતર અને સંજય પંડિતની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.