રાજકોટ 15 જાન્યુઆરીથી ટોલનાકા ઉપર વાહન ચાલકો માટે ફાસ્ટેગનો ફરજિયાત અમલ શરૂ કરવામાં આવ્યો છે જેના કારણે ટોલનાકાઓ ઉપર લાંબી કતારો જામતાં વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકારના મંત્રી જયેશ રાદડિયા અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હતી જેનો વીડિયો એક યુવકે વાયરલ કર્યો હતો.


ગુરૂવાર સવારે 10 વાગ્યાની આસપાસ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવેના ભરૂડી ટોલનાકા ઉપર રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પણ ફસાયા હતા. ત્યારે જયેશ રાદડિયા કારમાંથી નીચે ઉતરીને ટોલનાકાના કર્મચારીઓ પર ગુસ્સે થયા હતા ત્યાર બાદ ટોલનાકા કર્મચારીઓ અને જયેશ રાદડિયા વચ્ચે બબાલ થઈ હતી.

જોકે આ બધાંની વચ્ચે એક યુવકે આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. હોલ જયેશ રાદડિયાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જેતપુરના કાના નામના યુવકે આ વીડિયો ટિક ટોકમાં વાયરલ કર્યું હોવાનું સામે આવ્યું છે.