Terrorist In Rajkot: રાજકોટમાંથી ગુજરાત ATS દ્વારા આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ATS દ્વારા તમામ આરોપીઓને રાજકોટ એસઓજી ઓફીસ લાવવામાં આવ્યા હતા.


આવી છે મોડસ ઓપરેન્ડી


રાજકોટ સોની બજારમાં આ આતંકીઓ મજૂરી કામ કરતા હતા. આ આતંકીઓની આખી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. બંગાળી કારીગરો નું રાજકોટના સોની બજાર પર સામ્રાજ્ય છે. રાજકોટના સોની વેપારીઓ અને અલગ અલગ સમાજના અગ્રણીઓએ પણ વિચારવા જેવું છે. સોની બજારમાં પહેલા દુકાન ભાડેથી રાખે પછી ખરીદી લેતા હોવાની પણ ચર્ચાઓ છે.


સોનાની કારીગરીનું કામ કરતા કારીગરો પાસેથી દુકાન ખરીદવા ફંડ ક્યાંથી આવે છે તેની પણ તપાસ થવી જોઈએ. સોની બજારમાં દુકાનો ખરીદવામાં પણ ચોક્કસ રણનીતિ અપનાવી સામરાજ્ય ઊભું કરાયું છે.


રાજકોટ જેમ્સ જ્વેલરીના મંત્રીએ કહ્યું કે, ફંડ ક્યાંથી આવે છે એ તપાસ કરવાની જરૂરિયાત છે. સોની વેપારીઓએ હવે જાગૃત થવાની જરૂરિયાત છે. સોની વેપારીઓ અને પોલીસે સંકલન કરી તમામ કારીગરો માહિતી એકઠી કરશે. રાજકોટની સોની બજારમાં 70,000 કરતાં વધુ બંગાળી કારીગરો કામ કરે છે. અમુક વેપારીઓ દ્વારા કારીગરોની તમામ માહિતી રાખવામાં આવે છે તો અમુક વેપારીઓ બેદરકાર છે.


રાજકોટમાં બંગાળી એસોસિયેશન ના પ્રમુખ આલોકનાથ શાહનું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે સોની બજારમાંથી ત્રણ આતંકવાદી પકડાયા તેને વખોડી કાઢ્યું છે. કોઈપણ કારીગર આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો તાત્કાલિક એસોસિયેશનને જાણ કરે. જે આવું પ્રવૃત્તિ કરે છે તે દેશદ્રોહી છે. જે પકડાયા તે કોઈ એસોસિયેશન સાથે જોડાયેલા નથી. આ પ્રવૃત્તિ સમાજ વિરોધી છે અન્ય બંગાળી કારીગરો વકોડી કાઢે છે. અમારા કહેવાથી પણ અમુક કારીગરો રજીસ્ટ્રેશન કરતા નથી. આ મામલે વેપારીઓએ પણ સાવધાની રાખવાની જરૂર છે.


રાજકોટ સોની બજાર એસોસિએશન ના પ્રમુખનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે,બજારમાં 50થી 60 હજાર કરતાં વધારે કારીગરો કામ કરી રહ્યા છે. પરંતુ રજીસ્ટ્રેશન માત્ર 500 કારીગરોનું છે. બાબતે સરકાર અને સોની વેપારીઓ પણ જાગૃત થાય. સોની વેપારી એસોસિએશનના પ્રમુખે કહ્યું જે નવા કારીગરો આવે છે તે એસોસિએશન સાથે જોડાતા નથી.


નોંધનીય છે કે, એટીએસે સોનીબજારમાં યોગી ચેમ્બર અને જે.પી.ટાવરમાં આતંકી ગતિવિધિ ચાલી રહ્યાની બાતમી ગુજરાત એટીએસને મળી હતી. આ બન્ને ટાવરમાં મોટી સંખ્યામાં બંગાળથી આવેલા કારીગરો સોનાનું છૂટક મજૂરી કામ કરતા હોય છે જેમાંથી અમુક લોકો અલ-કાયદા જેવા ખૂંખાર આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે અને તેના માટે યુવકોનું બ્રેઈનવોશ કરવા સહિતની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ATSએ બન્ને સ્થળે એક સાથે રાત્રે અગીયાર વાગ્યાના અરસામાં દરોડો પાડીને અલ-કાયદા સાથે જોડાયેલા અમન, અબ્દુલ શકુર અને સૈફ નવાઝ નામના શખ્સોની ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત તેની સાથે સંપર્કમાં રહેનારા કાઝી આલમગીર, તેનો સાળો સહિતના દસેક લોકોની ધરપકડ કરી હતી. 


આ આતંકીઓએ ઓટોમેટિક હથિયાર ચલાવવાની ટ્રેનિગ મેળવી હતી.  આતંકીનો હેન્ડલર તેને આદેશ કરવાનો હતો કે આગળ શું કરવું.  આ આતંકીઓ બીજા લોકોને જોડાવા માટે પ્રેરણા આપતા હતા.  અલગ-અલગ પાંચ મોબાઈલ મળ્યા છે.  જેમાં કનવજેશન એપનો ઉપયોગ કરતા હતા. વેપન કઈ રીતે ચલાવવુ તેની એપ પણ મોબાઈલ મળી  આવી છે.  અલગ-અલગ રેડીકલ મટીરીયલનો ઉપયોગ કરતા હતા.  રેડીકલ મટીરિયલ મળી આવ્યું છે. આ લોકોનો હેન્ડલર બાંગ્લાદેશમાં હતો. તે આદેશ કરે તે મુજબ રાજકોટમાં અંજામ આપવાના હતા.  


આતંકીઓ પાસેથી એક ઓટોમેટિક પિસ્તોલ તેમજ બુલેટ મળી આવી હતી. તે સોશિયલ મીડિયામાં  એકે 47 કેવી રીતે ચલાવવી તેમજ અન્ય હથિયારોને કેવી રીતે ચલાવવા તેની માહિતી મેળવવા મોબાઈલ ફોનમાં સર્ચ કરતો હતો.