રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વધુ ત્રણની ધરપકડ કરાઇ હતી. SITની ટીમે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. RMCના ચીફ ફાયર ઓફિસર ઈલિયાસ ખેર,સસ્પેન્ડેડ ડે.ચીફ ફાયર ઓફિસર ઠેબા,વેલ્ડિંગ સુપરવાઈઝર મહેશ રાઠોડની ધરપકડ કરાઇ હતી. આજે ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરાશે.


મળતી જાણકારી અનુસાર, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાશે. અગ્નિકાંડમાં મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર, ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબા અને વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીને આજે કોર્ટમાં રજૂ કરી મહત્તમ રિમાંડની માંગણી કરવામાં આવશે. 2023માં ગેમ ઝોનમાં આગ લાગી હોવા છતાં કોઈપણ પ્રકારના પગલા ન લેવાયાનો ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર, ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબા પર આરોપ છે.  તો મહેશ રાઠોડની આગ સમયે દાઝી જતા ધરપકડ કરવામાં આવી ન હતી. આમ અત્યારે વધુ ત્રણની ધરપકડ સાથે અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શક્યતા છે કે તપાસનો રેલો કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી શકે છે.


અગાઉ ક્રાઇમ બ્રાન્ચની સીટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના બે ઉચ્ચ અધિકારીઓને ધરપકડ કરી હતી. Assistant Town Planning Officer રાજેશ મકવાણા અને ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી જયદીપ ચૌધરીની ધરપકડ કરી હતી. આ બંને અધિકારીઓ પર ગેરકાયદેસર રીતે બાંધકામના નકશા પાસ કરવા અને ગેમઝોનને ગેરકાયદેસર રીતે ચલાવવાની મંજૂરી આપવાનો આરોપ છે. આગ લાગ્યા પછી બચાવ માટે ખોટા દસ્તાવેજો પણ બનાવવામાં આવ્યા હતા.


25 જૂને રાજકોટ બંધના કોંગ્રેસના એલાનને કોચિંગ ક્લાસ એસોસિએશને સમર્થન આપ્યું હતું. રાજકોટ અગ્નિકાંડની ઘટનાની એસઆઈટીની ટીમ હાલમાં તપાસ ચલાવી રહી છે. એવામાં પીડિત પરિવારને ન્યાય મળે એ માટે કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યુ હતું. ત્યારે કોંગ્રેસના આ એલાનને કોચિંગ ક્લાસ એસોસિએશને સમર્થન જાહેર કર્યુ હતું. 25 જૂને રાજકોટમાં 300થી વધારે કોચિંગ ક્લાસ બંધ રહેશે. આ તરફ ચેમ્બર ઓફ કોમર્સે પણ અપીલ કરી કે, 25 જૂને તમામ વેપારીઓ સ્વૈચ્છાએ ધંધા-રોજગાર બંધ રાખે.