Rajkot: સ્વાતંત્ર્ય પર્વ પહેલા રાજકોટમાં બીજેપી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે બીજેપીના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુ વાળા સહિતના નેતાઓએ હાજરી આપી હતી.


 






ગુજરાતની ભૂમિ પર આવવાનું મારા માટે ગર્વ સમાનઃનડ્ડા


આ અવસરે જે.પી.નડ્ડાએ વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાને નમન  કર્યા હતા. જેપી નડ્ડાએ કહ્યું કે, ગુજરાતની ભૂમિ પર આવવાનું મારા માટે ગર્વ સમાન છે.
ગુજરાતની ભૂમિને મારા પ્રણામ. જ્યા જુઓ ત્યાં તિરંગો જ દેખાય છે. આઝાદ ભારતના નિર્માણમાં ગુજરાતનું મોટુ યોગદાન છે. ગુજરાત સંતો અને વિરોની ભૂમિ છે.  દેશ ક્યારેય મહાત્મા ગાંધીના યોગદાનને ભુલી ન શકે. દેશના નિર્માણમાં સરદાર પટેલનું મહત્વનું પર્દાપર્ણ છે. સરદાર પટેલે દેશને એક કર્યો. PM નરેન્દ્રભાઈ પણ ગુજરાતના તે ગર્વની વાત. ભારતના વિકાસમાં ગુજરાતની ભૂમિકા મહત્વની. તેમણે વધુમાં કહ્યું કે, સુરત,વડોદરા, અમદાવાદમાં તિરંગા યાત્રા નિકળશે. 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલશે.


 




તિરંગો લોકોને સાથે લાવે છેઃ CM ભૂપેન્દ્ર પટેલ


રાજકોટમાં યોજાયેલી તિરંગા યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કરેલા સંબોધનમાં કહ્યું કે, તિરંગો લોકોને સાથે લાવે છે.
હર ઘર તિરંગા અભિયાન PMની પ્રેરણા છે. PM અને અમિત શાહ દેશને આગળ ધપાવી રહ્યા છે.


રાજકોટમાં ભાજપની તિરંગા યાત્રા 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ તિરંગા યાત્રામાં જોડાયા હતા.  ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ રાજકોટ આવી પહોંચ્યા હતા.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વજુભાઈ વાળા, પૂર્વ સીએમ વિજય રૂપાણી, સાંસદ રામભાઈ મોકરીયા, પરશોત્તમ રૂપાલા, મોહન કુંડારીયા, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા સહિત કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં બીજેપી કાર્યકરો કાર્યક્રમમાં જોડાયા હતા. 


તિરંગા યાત્રા પૂર્વે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ


તિરંગા યાત્રા પૂર્વે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ભુપેન્દ્ર પટેલ, જે.પી.નડ્ડા સહિતનાઓએ સરદાર વલ્લભ ભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યો હતો. બહુમાળી ચોક ખાતેથી યાત્રા શરૂ થઈ રેશકોર્ષ રીંગરોડ થઈ મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે. તિરંગા યાત્રાને લઈ રૂટ પર દેશભક્તિનો માહોલ છવાયો જોવા મળ્યો હતો.