અમદાવાદઃ કોંગ્રસના ઉપપ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરૂની નારાજગી યથાવત છે. કોંગ્રેસ ભવન ખાતેની બેઠકમાં રાજ્યગુરૂ હાજર ન રહ્યા. ભાવનગરની બેઠકમાં પ્રભારી હોવા છતાં હાજર ન રહ્યા. થોડીવાર પછી રાજકોટની બેઠક મળશે તેમાં પણ રાજ્યગુરૂ રહેશે ગેરહાજર. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસ છોડે તેવી પ્રબળ શક્યતા સામે આવી છે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આપમાં જોડાય તેવી પણ માહિતી જાણવા મળી છે. 


પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા તેજ બની છે. કોંગ્રેસના પ્રદેશ માળખામાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂને સ્થાન આપવામાં આવ્યુ છે. જોકે છેલ્લા ઘણાં સમયથી રાજ્યગુરૂ નિષ્ક્રિય હતા. હવે તેઓ AAPના નેતાઓ સાથે સંપર્ક કર્યાની ચર્ચા છે. ભાવનગર પ્રભારી તરીકે ઇન્દ્રનીલ રાજગુરુએ રાજનામું આપ્યું હતું. ઘણા સમયથી પ્રદેશ નેતાગીરીથી નારાજ છે ઇન્દ્રનીલ રાજગુરુ.


આપના ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, તમામ સારા લોકોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. મારે તેમની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવા મુદ્દે કોઈ વાતચીત થઈ નથી. જોકે, તેમણે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું આપમાં આવતા હોય તો સ્વાગત છે તેમ કહ્યું હતું. 


આવતી કાલે અમદાવાદમાં કેજરીવાલ-ભગવત માનનો રોડ શો, કેજરીવાલની હાજરીમાં કોંગ્રેસના નેતાઓ જોડાશે આપમાં


અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે આમ આદમી પાર્ટી પણ આ વખતે જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. આપના સ્થાપક અને દિલ્હીના મુખ્યમંત્રી બે દિવસ અમદાવાદના પ્રવાસે આવવાના છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતી કાલે 2જી અને 3જી એપ્રિલ અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં છે.  


પ્રથમ દિવસે 3 મિટિંગ અને સાંજે 4.30થી 6.30 સુધી રોડ શો કરશે. રોડ શોમાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ જોડાશે. 3જી તારીખે કેજરીવાલ કાર્યકરોને સંબોધશે. આપ ગુજરાતના હોદ્દેદારો અને કોરટીમ સાથે અલગ અલગ બેઠક યોજાશે. કેટલાક લોકોને કેજરીવાલ આપમાં જોડશે. કોંગ્રેસના કેટલાક નેતાઓ આપમાં જોડાશે. આપના રણનીતિકાર સંદીપ પાઠક પણ કેજરીવાલ સાથે અમદાવાદ આવશે.