ટ્રાફિકનો નવો નિયમ આવતા હેલ્મેટની ચોરી શરૂ, વાયરલ થયો વીડિયો
abpasmita.in | 16 Sep 2019 05:14 PM (IST)
કેંદ્ર સરકારના નવા વ્હિકલ એક્ટ પ્રમાણેની જોગવાઈઓ આજથી અમલ થયો છે. હેલ્મેટ પહેરવાનો નિયમ આવતા જ હેલ્મેટની ચોરી શરૂ થઈ ગઈ છે.
રાજકોટ: ગુજરાતમાં આજના દિવસથી મોટર વ્હીકલ એક્ટ 2019ના ટ્રાફિકના નવા નિયમો અમલી બન્યા છે. ઘણી જગ્યાએ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. કેંદ્ર સરકારના નવા વ્હિકલ એક્ટ પ્રમાણેની જોગવાઈઓ આજથી અમલ થયો છે. હેલ્મેટ પહેરવાનો નિયમ આવતા જ હેલ્મેટની ચોરી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં આજથી હેલ્મેટ ફરજીયાત પહેરવાના નવા નિયમો લાગુ થયા છે. ત્યારે હેલ્મેટ ચોરીના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. હવેથી હેલ્મેટ પહેરવુ ફરજીયાત બન્યું છે ત્યારે હેલ્મેટ ચોરીના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. આ વાયરલ વીડિયો રાજકોટનો છે. કેંદ્ર સરકારે સૂચિત કરેલી દંડની જોગવાઈઓમાં રાજ્ય સરકારે વાહનચાલકોને મોટી રાહત આપી છે.