રાજકોટમાં ટ્રાફિકના નવા નિયમ લાગુ થતાં જ પોલીસે હેલ્મેટ નહીં પહેરનાર વ્યક્તિઓને દંડ કરવાનું શરૂ કરી દીધું છે. લોકોએ 500 રૂપિયાના દંડનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ શહેરમાં હેલ્મેટને બદલે તપેલી પહેરીને બાઇક પર જતાં એક વાહન ચાલકનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં વાહન ચાલક કેકેવી હોલથી ક્રિસ્ટલ મોલ તરફ માથામાં તપેલી પહેરીને જતો જોવા મળી રહ્યો છે.
જેતપુર શહેરમાં પણ એક વૃદ્ધે હેલ્મેટના બદલે તપેલી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. વુદ્ધએ હેલ્મેટ પહેરીને કાયદાનું માન પણ જાળવ્યુ અને વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.