સુરેન્દ્રનગરઃ રાજકોટ-અમદાવાદ હાઇવે પર જ્વલનશીલ પ્રવાહી ભરેલ ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં  એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. હાઇવે પર કુંભારા ગામ પાસે આગળ જઈ રહેલ ટ્રક પાછળ જ્વલનશીલ પ્રવાહી ભરેલ ટેન્કર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસમાત બાદ ટેન્કરમાં આગ લાગતા ટેન્કર ચાલકનું બળી જવાથી મોત નીપજ્યું હતું. 


કલીનરનો આબાદ રીતે ચમત્કારિક બચાવ થયો છે. પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી ટેન્કરમાં લાગેલ‌ આગને બુઝાવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 


 


છોટા ઉદેપુરઃ છોટાઉદેપુરથી વહેલી સવારે અલીરાજપુર જતી ખાનગી બસ રવિવારે વહેલી સવારે ચાંદપુર પાસે રેલિંગ તોડીને નદીમાં ખાબકતાં 3 લોકોના મોત થયા હતા  જ્યારે 28 લોકો  ઇજાગ્રસ્ત થયા છે. મૃતકો ગુજરાતના હોવાનું કહેવાય છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલીરાજપુરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. ખાનગી બસ ભૂજથી મધ્યપ્રદેશના બદવાની થઇ રહી હોવાની માહિતી મળી છે.


રવિવારે વહેલી સવારે 5:45 વાગ્યે છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જઇ રહેલી બસ નં-GJ-01-CZ-6306ના ડ્રાઇવરને ઝોકુ આવી ગયું હતું. તેના કારણે બસ પરથી કાબૂ ગુમાવતાં બસ મેલખોદરા નદીના બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી.


અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા.  સ્થાનિક તંત્ર દ્વારા 3 જેસીબીની મદદથી બચાવ ઓપરેશન હાથ ધરાયું હતું.  ખાનગી બસને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


આ ઘટનાની જાણ થતાં અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.  અલીરાજપુરના કલેક્ટર મનોજ પુષ્પ તેમજ એસપી મનોજકુમાર સિંહ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આસપાસના લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બસમાંથી 39 લોકોને બચાવી લેવાયા હતા,  જે પૈકી 28 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુન્સ મારફતે અલીરાજપુર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.



 


 


 


બચાવી લેવાયેલા પ્રવાસી


·         મોનુ સાયમલ ડાવર (ઉ.18), (રહે.પલસુદ)


·         મુકેશ ફુગલા જમરે (ઉ.21), (રહે. પલસુદ)


·         રાહુલ જમલા ભિલાલા (ઉ.05), (રહે.પલાસદા)


·         રાકેશ જમલા ભિલાલા (ઉ.03), (રહે.પલાસદા)


·         અનિલ છીતુ ગાડરિયા (રહે.કાલી ખેતીયા)


·         વિમલ કાલુ બઘેલ (ઉ.17), (રહે.સોહલિયા, બોરી)


·         રામચંદ્ર ભુરસિયા મુવેલ (ઉ.21), (રહે.સોહલિયા, ગઢવાલ)


·         બત્રી જમલા મુજાલ્દા (ઉ.30), (રહે.પલાસદા, ખટ્ટાલી)


·         જિગ્નેશ રામચંદ્ર (ઉ.12), (રહે.સોહલિયા)


·         રીતા સુરતાન (ઉ.06), (રહે.સોહલિયા)


·         સીમા લચ્છુ (ઉ.19), (રહે.દીપાની ચૌકી)


·         હતરી ગમલા ભિલાલા (ઉ.18), (રહે.દીપાની ચૌકી)


·         જયરામ ભુવાન પચાયા (ઉ.35), (રહે.પુજારાની ચૌકી)


·         રિછુ જયરામ પચાયા (ઉ.30), (રહે.પુજારાની ચૌકી)


·         જગદીશ નોરલા (ઉ.14), (રહે.મોરઘી આમલી ફળિયા)


·         સુરમા ખાપરિયા (ઉ.18), (રહે.ભયડિયા ચૌક પોલ ફળિયા)


·         ચિમા પુના ભીલ (ઉ.14), (રહે.ભયડિયા ચૌક, પોલ ફળિયા)


·         ઝાલી રમેશ ભિલાલ (ઉ.28), (રહે.દીપાની ચૌકી મેંબર ફળિયા)


·         અર્ચના રમેશ ભિલાલ (ઉ.01), (રહે.દીપાની ચૌકી)


·         ભાયસિંહ કાલુસિંહ (ઉ.22), (રહે.ડહી ગંગાપુર)


·         અસ્મિતા બાદલ મંડલોઇ (ઉ.30), (રહે.ડહી ગંગાપુર)


·         અશ્વિન બાદલ (ઉ.07), (રહે.ડહી ગંગાપુર)


·         સુમારિયા સેતુ ભાબર (ઉ.50), (રહે.નાની બડવાની)


·         દશરથ જેરામ નિગવાલ (ઉ.22), (રહે.ઇસડુ વાલપુર )


·         મનુ ભિકલા રાઠવા (ઉ.22), (રહે.નાનરામપુરા, ગુજરાત )


·         સિંતી મનુ (ઉ.21), (રહે. નાનરામપુરા, ગુજરાત)


·         પ્રવિણ રતીલાલ શાહ (ઉ.59), (રહે. સુરત, ગુજરાત)