રાજકોટમાં મધરાતે ખૂની ખેલ ખેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટના સંતકબીર રોડ પર બે સગા ભાઈની હત્યા કરવામાં આવી હતી. બે સગા ભાઈની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. કોઈ બાબતે ઝઘડો થતા વિકી જૈન, અમિત જૈન નામના બે યુવકને રૂમ મેટ છોટુ નામના શખ્સે જ હત્યા કર્યાનો ખુલાસો થયો હતો. જેમાં વિકી જૈનનું ઘટનાસ્થળે તો અમિત જૈનનું સારવાર દરમિયાન મોત થયું હતું. બી ડિવીઝન પોલીસે છોટુની શોધખોળ શરૂ કરી છે. આરોપી પકડાયા બાદ હત્યાનું સાચુ કારણ સ્પષ્ટ થશે.


રાજકોટના ડબલ મર્ડર કેસમાં મૃતકના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા હતા. પરિવારે પોલીસ, તબીબ અને 108 પર આરોપ લગાવ્યા હતા. સારવાર પહેલા તબીબોએ આધારકાર્ડ માંગ્યાનો પણ તેઓએ આરોપ લગાવ્યો હતો. 108 એમબ્યુલન્સ પણ સમયસર ન આવ્યાનો મૃતકના પરિવારે આરોપ લગાવ્યો હતો. પરિવારે કહ્યું કે પોલીસની હપ્તાખોરી સિસ્ટમના કારણે હત્યા થઇ છે. આરોપીઓ પોલીસને હપ્તા આપી દેશી દારૂનો વેપાર કરતા હતા. મૃતક ભાઈ અને પિતાએ ગંભીર આરોપ લગાવ્યા હતા.


વિકી જૈનને છરીનો ઘા ઝીંકતા ઘટના સ્થળે મોત નિપજ્યું તો અમિત જૈનનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. એક જ રૂમમાં રહેતા અન્ય છોટુ નામના શખ્સે કોઈ કારણોસર હત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા બી ડિવિઝન સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.                                                                    


સુરતમાં યુવક પર હુમલો


સુરતના ડીંડોલી વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો થયો હતો. શગુન સોસાયટીના પ્રમુખ પર હુમલાનો આરોપ લાગ્યો હતો. વીજ સપ્લાય અંગે પૂછપરછ કરતા હુમલો કરાયાનો યુવકે આરોપ લગાવ્યો હતો. સોસાયટીના પ્રમુખ અને તેના પુત્ર પર હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે હાથ ધરી તપાસ હાથ ધરી હતી.


TRP ગેમઝોન અગ્નિકાંડનું પાપ ધોવા રાજકોટ મેયર પહોંચ્યા પ્રયાગરાજ? સરકારી ખર્ચે મહાકુંભ યાત્રાથી વિવાદ વકર્યો!